ગુજરાત

gujarat

ETV Bharat / state

બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે - financial estimate allocation gujarat government

ભૂપેન્દ્ર પટેલની સરકાર(gujarat government budget 2023) 2.0 શરૂ થયા બાદ કનુ દેસાઈ ફરી એક વખત તેઓ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.નવી સરકારમાં તેમનું પહેલનું અને તેમના જીવનનું આ બીજું બજેટ રજૂ કરશે ( finance minister kanubhai desai) કનુ દેસાઈ. પરંતુ મસ મોટા બજેટની સામે ગુજરાત સરકાર પર કેટલું દેવું છે તે પણ એક સવાલ છે,

બજેટ 2023-24 : સરકારે તૈયારીઓ શરૂ કરી, નવા પ્રોજેકટ અને લોકોને સ્પર્શ કારતા બજેટની બેઠકો શરૂ
બજેટ 2023-24 : સરકારે તૈયારીઓ શરૂ કરી, નવા પ્રોજેકટ અને લોકોને સ્પર્શ કારતા બજેટની બેઠકો શરૂ

By

Published : Dec 29, 2022, 6:09 PM IST

Updated : Dec 29, 2022, 8:00 PM IST

ગાંધીનગરનાણાકીય વર્ષ 2022-23 પૂરું (gujarat government budget 2023)થઈ રહ્યું છે અને હવે માર્ચ મહિનામાં રાજ્ય સરકાર પણ ગુજરાતનું વર્ષ 2023-24 નું બજેટની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારે બજેટ પહેલાની તમામ તૈયારીઓ આજથી નાણાં વિભાગમાં શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજ થી રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈની અધ્યક્ષતામાં તબક્કા વાર બજેટની વિભાગ પ્રમાણે બેઠક શરૂ કરવામાં આવશે.

તબક્કા વાર નાણા વિભાગ ગુજરાત સરકારના 26 જેટલા વિભાગોની તબક્કા વાર નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કેબિનેટ પ્રધાન કનુ દેસાઈની ( finance minister kanubhai desai) અધ્યક્ષતામાં બેઠકનું (budget meeting gandhinagar) આયોજન કરવામાં આવ્યું છે. અને આ બેઠક દર અઠવાડિયાની ગુરુવાર શુક્રવાર અને શનિવારના દિવસે મળશે. ત્યારે તમામ વિભાગો દ્વારા નાણા વિભાગ પાસેથી અમુક પ્રકારના પ્રપોઝલ મૂકવામાં આવશે. સાથે જ ગત વર્ષેના નાણાકીય વર્ષના હિસાબો પણ રજૂ કરવામાં આવશે. જે અંતર્ગત કેટલા રૂપિયાનો ખર્ચ થયો .અને કેટલા રૂપિયા હજી પણ વપરાયેલા રહ્યા છે. તે તમામ વિગતો બેઠકમાં(gujarat government preparation for budget) ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ અંતિમ નિર્ણય રાજ્યના નાણાં વિભાગ દ્વારા કરવામાં આવશે.

બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે

આ પણ વાંચોઃ ગુજરાતમાં સંભવિત કોરોના વેવને લઈને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

ગુજરાત સરકાર પર કેટલું દેવું 15 માર્ચ 2022ના દિવસે રજૂ થયેલ આંકડા પ્રમાણે ગુજરાત સરકારનું દેવું(financial estimate allocation gujarat government) સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 31 ડિસેમ્બર 2021 ની પરિસ્થિતિએ રાજ્યના માથે 3,00,963 કરોડ નું જાહેર દેવું છે, જ્યારે રાજ્ય સરકારે લીધેલી લોન પર સરકાર 4.96 ટકા થી 9.55 ટકાના દરે વ્યાજ અને મુદ્દલ ચૂકવે છે. જય રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે કાયદા પ્રમાણે ગુજરાત સરકાર 4,50,000 કરોડ રૂપિયાનું દેવું કરી શકે છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યનું જે દેવ થયું છે તે વિકાસના કામ જેવા કે રોડ રસ્તા સરદાર સરોવર યોજના નગરપાલિકા વિસ્તારના વિકાસ કામ અંતર માળખાકીય સગવડો બંદરો ઔદ્યોગિક વિકાસ કરવા માટે દેવું થયું છે.

બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે

આ પણ વાંચોઃ ભૂતકાળનો અનુભવ, અધવચ્ચેથી પ્રધાન પદ ન જાય તે ડરથી પટેલે ઓફિસની કાયાપલટ કરી

વર્ષ 2022-23 બજેટ ની હાઇલાઇટઃકુલ બજેટ 2 લાખ 43 હજાર 965 કરોડ હશે. જેમાં કૃષિ ખેડૂત અને સહકાર 7737 કરોડની જોગવાઈ, પશુપાલન ટૂંકી મુદ્દતના ધિરાણ માટે 300 કરોડ જોગવાઈ, મત્સ્યોદ્યોગ માટે 880 કરોડ જોગવાઈ, જળસંપતિ વિભાગ 5339 કરોડ ની જોગવાઇ , પાણી પુરવઠા માટે 5451 કરોડની જોગવાઈ , આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 12,240 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિભાગ 4976 કરોડની જોગવાઈ, અન્ન, નાગરિક પુરવઠા 1526 કરોડની જોગવાઈ, શિક્ષણ માટે 34,884 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ 4782 કરોડની જોગવાઈ, આદિજાતિ વિકાસ 2909 કરોડની જોગવાઈ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ 9048 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ 14,297 કરોડ ની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ 7030 કરોડની જોગવાઈ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ 670 કરોડની જોગવાઈ, શ્રમ કૌશલ્ય વિકાસ 1837 કરોડની જોગવાઈ, માર્ગ અને મકાન વિભાગ માટે 12,024 કરોડ ની જોગવાઈ, બંદરો અને વાહન વ્યવહાર 1504 કરોડ ની જોગવાઈ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ 15,568 કરોડ ની જોગવાઈ, ક્લીમેન ચેન્જ વિભાગ 931 કરોડની જોગવાઈ, વન અને પર્યાવરણ વિભાગ 1822 કરોડની જોગવાઈ, મહેસુલ માટે 4394 કરોડની જોગવાઈ, ગૃહ વિભાગ માટે 8325 કરોડ ની જોગવાઈ, યુવા સાંસ્કૃતિક વિભાગ માટે 517 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ 199 કરોડની જોગવાઈ ,સામાન્ય વહીવટ વિભાગ 2146 કરોડ ની જોગવાઈ. નવા બજેટમાં હોઇ શકે છે આટલી જોગવાઇ.

બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે

આ પણ વાંચોઃ સરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા

17 હજાર કરોડના વધારા સાથેનું બજેટ વર્ષ 2021-22 કરતા 17 હજાર કરોડના વધારા સાથેનું બજેટ ગુજરાત સરકારના વર્ષ 2021 22 કરતા વર્ષ 2022-23માં કુલ 17 હજાર કરોડના વધારા સાથેનું કુલ 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટ ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું જે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ જ નવા કરવેરા વગરનું પૂરાંત ભાડું બજેટ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું જ્યારે વર્ષ 2023-24માં બજેટમાં વધારો થઈ શકે છે આમ આ વર્ષે પણ નવા બજેટ માં વધારો થશે.

29 ડિસેમ્બર થી બજેટ લક્ષ્મી વિભાગ પ્રમાણેની બેઠકો શરૂ કરવામાં આવશે જે આઠ જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરી સુધીમાં રાજયના તમામ 26 વિભાગો ની બજેટ ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ અંતિમ ફાઇનલ બજેટની કામગીરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.--કનુ દેસાઈ (રાજ્ય નાણાપ્રધાન)

સરકારી તિજોરી પર બહુબોજો પડ્યો છે જ્યારે વિકાસના કામોને પણ ગતિ મળી છે જેથી હવે ગુજરાતનું દેવું ક્રમશ ઘટતું જશે જ્યારે ગુજરાતનું હાલ છે દેવું છે તે દેવ બીજા રાજ્યની સરખામણીએ જોઈએ તો ડિસિપ્લિનમાં છે અને રિઝલ્ટ bank of india ની કાયદાકીય મર્યાદામાં પણ છે જ્યારે વિકાસ કરવા માટે આ દેવું થયું છે પરંતુ હવે 1957 થી શરૂ થયેલ તળપદા યોજના પૂર્ણ થવાને આવે છે જેથી ગુજરાતનું દેવું ઘટતું જશે અને હવે આવા યોજના કોઈ મોટા ખર્ચા પણ નથી.--કનું દેસાઈ (રાજ્ય નાણાપ્રધાન)

Last Updated : Dec 29, 2022, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details