ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી, 25 કરોડ ખર્ચાશે - પીએમ નરેન્દ્ર મોદી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગુજરાતની મુલાકાતે આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યુનાઇટેડ નેશનના કાર્યક્રમમાં હાજરી આપશે સાથે જ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા પણ આ અવસર સુપેરે પાર પાડવા તડાંમાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી
ગાંધીનગરઃ ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વ્હાઈટ હાઉસથી ડોનાલ્ડ ટ્રમ્પનું શિડ્યુલ દિલ્હી સુધી જ સીમિત રાખવાનું હતું. પરંતુ, દિલ્હીમાં CAAના વિરોધને લઈને કેન્દ્ર સરકારે ગુજરાત પર પસંદગી ઉતારી છે. કારણ કે, ગુજરાતમાં વિરોધ નહિવત હોવાને કારણે અમદાવાદ અને ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે.