ગાંધીનગર : ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીના સુગ્રથિત વિકાસને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં રૂપિયા 20 કરોડની ફાળવણી અંતગર્ત મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તેમજ મંદિરના શિખરની ઊંચાઈ 71.5 ફૂટની કરાશે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે.
મંદિર માટે માસ્ટર પ્લાનની તૈયારી : ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતામાં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા 20 કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે. પ્રધાને વધુમાં ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી 25 વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો :Ambaji Temple : અંબાજી મદીરને લઈને હિન્દુ પરિષદ લાલઘુમ, આવેદનપત્ર આપી ઉચ્ચારી ચીમકી