ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન સુધી રૂપાણી સરકાર 3.25 કરોડ લોકોને ફ્રી માં રાશન આપશે - કોરોના વાઇરસ ન્યૂઝ

કોરોના વાઇરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લેતા સમગ્ર દેશમાં 21 દિવસ માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના કુલ 60 લાખ પરિવારના લોકોને સરકાર મફતમાં રાશન આપશે.

people
લોકડાઉન

By

Published : Mar 25, 2020, 3:02 PM IST

Updated : Mar 25, 2020, 3:41 PM IST

ગાંધીનગર: CM રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં શ્રમજીવીઓ, રોજે રોજનું કમાઈને જીવન જીવતા લોકો, કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે.

CM રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના વાઇરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત PM મોદીએ કરી છે. તેવી સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજ્ય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યારે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે.

લોકડાઉનમાં રૂપાણી સરકાર 3.25 કરોડ લોકોને મફત રાશન આપશે

CM વિજય રૂપાણીએ ભાઇ-બહેનોને ફરી એકવાર અપીલ કરી છે કે, આ 21 દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો રાજ્યમાં પૂરતી માત્રમાં છે. એટલે તેનો સંગ્રહ કરવા કે, આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની કોઇ જરૂર નથી.

Last Updated : Mar 25, 2020, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details