ગુજરાત વન વિભાગ દ્વારા અને ફીક્કી દ્વારા વન સંશોધન સંકુલ ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. જેમાં જીવનચક્ર વ્યવસ્થાપનના વિવિધ મુદ્દાઓ જેવા કે, પ્રદૂષણ ( જમીન, હવા, પાણી), વિકસીત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ અને પ્લાસ્ટિક પોલ્યુશનની દરેક સ્તરે પર્યાવરણ પર કેવી અસર થાય છે. તેની ચર્ચા કરવામાં આવી હતી. આ પરિષદમાં 150થી પણ વઘારે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મહાનુભાવોએ ભાગ લીઘો હતો.
જીવનચક્ર વ્યવસ્થાપન નહીં કરીએ કુદરતી પ્રકોપનો ભોગ બનીશું: અગ્ર વન સંરક્ષક - latest news of Federation of Indian Chambers of Commerce and Industry
ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય પરિષદ ફીક્કી (ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) અને ગુજરાત વન વિભાગ દ્વારા બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. જેમાં જીવનચક્ર વ્યવસ્થાપન વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આ પરિષદ અગ્ર વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી.
અગ્ર વન સંરક્ષક ડી.કે.શર્માએ કહ્યું હતું કે, " જીવન એટલે કોઇ પણ વસ્તુના ઔધોગિક નિર્માણ, વન, ઘાસિયા મેદાન, ખેતીની પ્રક્રિયા વગેરેમાં વિવિઘ પ્રક્રિયાઓનો સમાવિષ્ટ હોય છે. છેલ્લા કેટલાક સમયથી આ જીવનચક્ર વ્યવસ્થાપનમાં ફેરફાર આવતાં તેની અસરો આપણે અનુભવી રહ્યા છીએ. વિકાસની સાથે પર્યાવરણની જાળવણી અને જીવનચક્ર વ્યવસ્થાપન પણ ખૂબ જરૂરી છે. નહિંતર આજે અનુભવાતી વિવિઘ કુદરતી પ્રકોપનો ભોગ બનતા રહીશું. આજે કુદરતના જીવનચક્ર વ્યવસ્થાપનને સતત ઘબકતું રાખવું ખૂબ જરૂરી છે, તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. 33 ટકા વનીકરણ વિસ્તાર હોવો જોઇએ. પરંતુ, ગુજરાતમાં આટલો વન વિસ્તાર નથી. છતાં રાજય સરકારના અથાગ પ્રયત્નો અને લોક જાગૃતિના હિસાબે આજે વન વિસ્તાર બહારમાં વનીકરણની માત્રા ખૂબ જ વઘ્યું છે, તેનો આનંદ છે."
આમ, આંતરરાષ્ટ્રીય પરિષદમાં પર્યાવરણ સાથે સંકળાયેલાં વિવિધ મુદ્દાઓ લઈ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રદૂષણ અને પ્લાસ્ટિક નિકાલ તેની આડઅસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.