ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે બજેટ સત્ર, નીતિનભાઈ બજેટ બેગ લઈ વિધાનસભા પહોંચ્યા - nitin patel news

ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થશે. વિધાનસભામાં આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલ ગૃહમાં નાણાંકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે.

gujarat
વિધાનસભા

By

Published : Feb 26, 2020, 11:57 AM IST

Updated : Feb 26, 2020, 12:42 PM IST

ગાંધીનગર: મંગળવારે CM વિજય રૂપાણીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ લોકોના સુખકારીનું બજેટ હશે, ત્યારે આજે 11 વાગ્યે નાણા પ્રધાન નીતિન પટેલ બજેટની બેગ લઈને વિધાનસભા પહોંચ્યા હતાં.

નીતિન પટેલ બજેટ રજૂ કરશે

નોંધનીય છે કે, વર્ષ 2020-21નું નાણાકીય બજેટ લોકો માટે ઉપયોગી અને સારું બજેટ હોવાની વાત સામે આવી રહી છે. આ બજેટમાં સરકારે કોઈ કરવેરા નહીં વધાર્યા હોવાની પણ ચર્ચા વિધાનસભા તથા સચિવાલય થઈ હતી. ત્યારે હવે આજે વિધાનસભા રજૂ થશે ત્યારે જ ખબર પડશે કે ગુજરાત માટે બજેટ કેવું હશે ?

નાણા પ્રધાન નીતિન પટેલ વર્ષ 2020-21 બજેટ રજૂ કરશે

આમ આજનું બજેટ બાદ ગુજરાતની માથાદીઠ આવક અને દેવું પણ જાહેર થશે, ત્યારે ગત વર્ષ કરતા માથાદીઠ આવક વધી કે, ઘટી અને દેવું વધ્યું કે, ઘટ્યું તે આંકડા પણ સામે આવશે.

વિધાનસભાનું બજેટ સત્ર: નાણા પ્રધાન નીતિન પટેલ વર્ષ 2020-21 બજેટ રજૂ કરશે
Last Updated : Feb 26, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details