ગાંધીનગર : આ તકે રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને લઈને રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જ્યારે પ્રિકોશનના ભાગ રૂપે રાજ્યમાં યોજાનારી તમામ પરીક્ષાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સાથે અન્ય રાજ્યોની પરિવહન સેવાઓ છે. તેને પણ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે પ્રાઇવેટ લક્ઝરીઓ ગુજરાતમાં પ્રવેશે તો તે બસને પણ સ્ક્રિનિંગ કરીને જ ગુજરાતમાં પ્રવેશ આપવા દેવામાં આવશે.
કોરોના વાઇરસ સામે લડવા ગુજરાત સજ્જ : સીએમ રૂપાણી - coronavirus in india live
કોરોના વાઇરસે ગુજરાતમાં દેખા દીધી છે. ગુરુવાર રાત સુધી ફક્ત રાજકોટ અને સુરતમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. પણ આજે સવારે વધુ 3 કેસનો વધારો થઈને ગુજરાતમાં કુલ 5 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક અમદાવાદ, સુરત, બરોડામાં વધુ કેસ સામે આવ્યા છે, ત્યારે CM વિજય રૂપાણીએ કોરોના વાઇરસને લઈને પ્રતિક્રિયા આપી હતી.
આ ઉપરાંત ગુજરાત રાજ્યની ST બસોને પણ સેનેટાઇઝરથી સાફ કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં જાહેરમાં મુકવા બાબતે પણ રાજ્ય સરકારે મહત્વના પગલાં ભર્યા છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસુલવાની પણ કામગીરી શરૂ કરી છે.
કોડીનાર અને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે, પોતાના વાઇરસના લઇને કોઇ જ પ્રકારની ગભરાવાની જરૂર નથી. જેમાં આરોગ્ય વિભાગની ટીમોને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે કોઈ પણ નાગરિકને સરકારી કચેરીમાં નહીં જવાની પણ સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 31 માર્ચ સુધીમાં ફક્ત જે મહત્વના કામ હશે તે જ કામ સરકારી કચેરીમાં હાથ ઉપર લેવામાં આવશે. જેથી કરીને કોઇપણ વ્યક્તિએ સરકારી કચેરીનો ઉપયોગ ટાળવો. તથા જાહેરમાં કોઈ પણ મેળાવડા ન થાય તે માટે પણ રાજ્ય સરકારે મહત્વના નિર્ણય લીધા છે.
જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારના રોજ અજંતા કંપની જાહેરાત કરવામાં આવી છે. તે જનતા કરફ્યુને પણ રાજ્ય સરકાર ટેકો આપશે. તેમજ જનતા કરફ્યુ સફળ થાય તે માટે પણ લોકોને ઘરની બહાર ન નીકળવા સીએમ વિજય રૂપાણીએ તાકીદ કરી હતી.