- 23 હજાર જેટલા લખાણો વાચકને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાશે
- વિવિધ વિષયોની સઘળી માહિતી પણ હવે વેબસાઇટ પર
- ગુજરાતી લેક્સિકોનનો લાભ કરોડો વાચકો લઈ રહ્યા
ગાંધીનગર:ગુજરાતી ભાષાના પ્રથમ એન્સાઇક્લોપીડિયા ગણાતા એવા આ ગુજરાત વિશ્વકોશના અંદાજે 23 હજાર જેટલા લખાણો વાચકોને હવે આંગળીના ટેરવે-ઓનલાઇન ઉપલબ્ધ (Texts at the fingertips terway-online )બન્યા છે. વિશ્વકોશમાં ઉપલબ્ધ વિવિધ વિષયોની સઘળી માહિતી પણ હવે વેબસાઇટ પરથી વાંચી શકાશે. મુખ્યપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે (Gujarat Vishwakosh Trust )ગુજરાતી શબ્દકોશ-લેક્સિકોનનું(Gujarati Dictionary-Lexicon ) સંચાલન સંભાળ્યું છે. ગુજરાતી શબ્દોનો અર્થ જાણવા અને તેની સમજણ કેળવવા માટે ગુજરાતી લેક્સિકોનનો લાભ કરોડો વાચકો લઈ રહ્યા છે.
મુખ્યપ્રધાને અભિગમની પ્રસંશા કરી