ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) અનેક લોકો ટિકીટની વહેંચણીથી નારાજગી સામે આવી હતી. તેમ જ પક્ષની વિરોધમાં જઈને જ પોતાના વિધાનસભા વિસ્તારમાં જ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે. ત્યારે હવે પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાના દિવસો પણ પૂર્ણ થયા છે. એટલે ભાજપમાં હોય, પરંતુ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હોય તેવા તમામ ઉમેદવારોને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે ભાજપે વધુ 12 સભ્યોને સસ્પેન્ડ (Independent Candidates suspended by Gujarat BJP) કર્યા હતા.
કયા જિલ્લાથી કેટલા સભ્યો સસ્પેન્ડભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બીજા તબક્કાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભારતીય જાહેર કરેલા ઉમેદવારોની સામે 12 જેટલા ભાજપના જ અગ્રણીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તે બદલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની (CR Patil BJP President) સૂચનાથી 22 નવેમ્બર 2022થી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાઅહીંથી ભાજપે પાદરા બેઠક પરથી દિનુભાઈ પટેલ, વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અને સાવલી બેઠક પરથી કુલદીપસિંહ રાઉલને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે પંચમહાલની શહેરા બેઠક પરથી ખતુંભાઈ પગીને સસ્પેન્ડ (Independent Candidates suspended by Gujarat BJP) કર્યા છે.