ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભા ચૂંટણીમાં 100 વર્ષથી વધુ ઉંમરના 11842 મતદારો વોટ આપશે - Election commission of india

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat election 2022) લઈને ન માત્ર રાજકીય પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. પણ મુખ્ય ચૂંટણી પંચે પણ તૈયારીઓ કરી દીધી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરની મુલાકાતે (Gujarat Assembly election) આવેલી કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે પણ સ્પષ્ટતા કરી હતી કે, ચૂંટણી પંચ પણ ચૂંટણી યોજના માટે તૈયાર છે. જોકે, ચૂંટણી કમિશનરે ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ અંગે પણ ટકોર કરી હતી.

વિધાનસભા ચૂંટણીમાં 100 વર્ષથી વધુ ઉંમરના 11842 મતદારો વોટ આપશે
વિધાનસભા ચૂંટણીમાં 100 વર્ષથી વધુ ઉંમરના 11842 મતદારો વોટ આપશે

By

Published : Sep 27, 2022, 7:40 PM IST

ગાંધીનગરઃગુજરાત વિઘાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ચૂંટણી કમિશન ટીમની મુલાકાત ચૂંટણી અંગેના એંધાણ આપી રહી છે. ગાંધીનગરમાંથી પત્રકાર પરિષદ સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, ચૂંટણી પંચ (Election Commissioner Rajiv kumar) પણ ચૂંટણી યોજવા માટે તૈયાર છે. જોકે, મુખ્ય ચૂંટણી પંચે ગુજરાત રાજ્યના મતદારો અંગે વિગતવાર ડેટા શેર કર્યો હતો. રીપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં કુલ 483,75,21 મતદારો છે.

મતદારોનું વર્ગીકરણઃગુજરાત રાજ્યમાં કુલ 1291 થર્ડ જેન્ડર મતદારો છે. જ્યારે 10,36,459 મતદારો એવા છે જેની ઉંમર 80 વર્ષથી વધારે છે. 11842 મતદારો એવા છે જેની ઉંમર 100 વર્ષથી વધારે છે. રાજ્યના વૃદ્ધ નાગરિકોને ઘરેથી તેઓ મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 413,866 મતદારો દિવ્યાંગ છે. જે 40 ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવે છે. આ મતદાતાઓ પણ ઘરેથી મતદાન કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

સિંગલ વિન્ડો સિસ્ટમઃજિલ્લા ક્લેક્ટર ઓફિસેથી સિંગલ વિન્ડો સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જેના કારણે ઉમેદવારોને સરળતા રહે. આ ઉપરાંત જે કર્મચારીઓ નિવૃત થઈ ગયા છે એને પોલીંગ સ્ટેશનમાં કોઈ જવબાદરી નહીં દેવામાં આવે. ઈવીએમનું સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની વિગત રાજકીય પક્ષોને અપાશે. રાજ્યમાં કુલ 250,06,770 પુરૂષ મતદારો છે. જ્યારે 233,67,760 મહિલા મતદારો છે. કુલ 28045 સર્વિસ ઈલેક્ટર્સ છે. વર્ષ 2023માં જે લોકો 18 વર્ષના થઈ રહ્યા છે એમની અરજી એડવાન્સમાં સ્વીકારવામાં આવશે.

અંતિમ યાદીઃ મતદારો માટેની અંતિમ યાદી 10 ઑક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. મતદારો સિવાય કમિશનરે એવું પણ જણાવ્યું હતું કે, જે ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેમણે ત્રણ વખત પેપરમાં જાહેરાત દેવાની રહેશે. જેની તમામ વિગત KYC એપ્લિકેશનમાં પ્રાપ્ય રહેશે. જ્યારે મીડિયાને ધ્યાને લઈને કમિશનરે કહ્યું હતું કે, ચૂંટણીનો સમય શરૂ થયો છે. મીડિયા જે તે સમયાચાર ફેક્ટ ચેક કરીને લે.

ABOUT THE AUTHOR

...view details