ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરની 5 બેઠક પર 2017માં હારજીત, આ બેઠક પર હતી કોંગ્રેસની સત્તા - ગાંધીનગર ઉત્તર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના અંતિમ ચરણમાં પરિણામો 8 ડીસેમ્બરે (Gujarat Election 2022 Counting Day ) જાહેર થશે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરની શહેરી અને ગ્રામ્ય બેઠક મળીને કુલ 5 બેઠક પર કોની હારજીત (Gujarat Assembly Election 2022 Results )જોવા મળશે તે પણ જાણવા મળશે. આ પાંચ બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં શું ચિત્ર (Gujarat Eelection Results 2017 ) સર્જાયું હતું તે જોઇ લઇએ.

ગાંધીનગરની 5 બેઠક પર 2017માં હારજીત, આ બેઠક પર હતી કોંગ્રેસની સત્તા
ગાંધીનગરની 5 બેઠક પર 2017માં હારજીત, આ બેઠક પર હતી કોંગ્રેસની સત્તા

By

Published : Dec 7, 2022, 6:46 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના 182 વિધાનસભા બેઠક ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને આઠ ડિસેમ્બરના રોજ મતગણતરી ( Gandhinagar 5 Seats Results )શરૂ (8 December 2022 Results ) થશે. જેમાં પ્રથમ એક કલાકમાં બેલેટ પેપરની મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ ઇવીએમ મશીનની મતગણતરી 14 રાઉન્ડમાં (Gujarat Election 2022 Counting Day ) યોજવામાં આવશે.ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકમાં 2017માં કુલ ત્રણ બેઠક જેવી કે ગાંધીનગર ઉત્તર માણસા અને કલોલ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ બાજી (Gujarat Eelection Results 2017 )મારી હતી. જ્યારે ફક્ત બે જ વિધાનસભા બેઠક ગાંધીનગર દક્ષિણ અને દહેગામમાં ભાજપ પક્ષ જીત્યું હતું.

5 બેઠક માટે એડીચોટીનું જોરવર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠક જીતવા ( Gandhinagar 5 Seats Results ) માટે ભાજપ પક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યું હતું અને પાંચ બેઠક ભાજપના પક્ષે આવે તે રીતની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી હતી. જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર જિલ્લામાં સોનાની થાળીમાં લોખંડનો ખીલો છે અને આ ખીલાને કાઢવાની વાત કરીને કલોલ બેઠક પર ભાજપ જીતે તેવી કાર્યકર્તાઓને સૂચના આપી હતી ત્યારે કલોલ બેઠક મહત્વની સાબિત થશે.

ગાંધીનગરની બેઠકો પર 2022ના ઉમેદવારોજિલ્લાની પાંચ બેઠકો પરના ઉમેદવારોની વિગતો જોઇએ. દહેગામ બેઠક પર બલરાજસિંહ ચૌહાણ ભાજપમાંથી, વખતસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી અને સુહાગ પંચાલ આપમાંથી ઉમેદવારી કરી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર ભાજપમાંથી, હિમાંશુ પટેલ કોંગ્રેસ અને દોલત પટેલ આપમાંથી ઉમેદવાર બન્યાં છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં રીટાબેન પટેલ ભાજપમાંથી, વીરેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસાંથી અને મુકેશ પટેલ આપના ઉમેદવાર છે. માણસા બેઠક પર જયંતી ચૌધરી ભાજપમાંથી, બાબુસિંહ ઠાકોર કોંગ્રેસમાંથી અને ભાસ્કર પટેલ આપમાંથી ઉમેદવાર છે. કલોલ બેઠક પર બકાજી ઠાકોર ભાજપમાંથી, બળદેવજી ઠાકોર કોંગ્રેસમાંથી અને કાંતિજી ઠાકોર આપમાંથી ઉમેદવાર છે. આમાંથી કોના ગળામાં વિજયમાળા પડશે (8 December 2022 Results ) તે પરિણામ સાથે (Gujarat Election 2022 Counting Day ) ખબર પડી જશે.

કોંગ્રેસ પાસેની બેઠકો જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે

2017માં ગાંધીનગરની બેઠકોના પરિણામગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં (Gujarat Eelection Results 2017 ) સર્જાયેલાં ચિત્રની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક પર બલરાજસિંહ ચૌહાણ ભાજપમાંથી જીત્યાં હતાં.. તેમને 74,445 મત મળ્યાં હતાં.તેમની સામે કોંગ્રેસના કામિનીબા રાઠોડ ઉમેદવાર હતાં તેમને 63,585 મત મળ્યાં હતાં. જ્યારે આ બેઠક પર નોટામાં 3925 મત પડ્યાં હતાં જે કુલ મતોના 2.68 ટકા હતાં. ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના શંભુજી ઠાકોર 1,07,480 મત મેળવી વિજયી બન્યાં હતાં તેમના હરીફ કોંગ્રેસના ગોવિંદજી સોલંકીને 95,942 મત મળ્યાં હતાં. જ્યારે નોટામાં 4615 મત પડ્યાં જે કુલ મતના 2.14 ટકા હતાં. ગાંધીનગર ઉત્તર બેઠક પર સી જે ચાવડા કોંગ્રેસ 78,206 મત મેળવી વિજેતા બન્યાં હતાં. તેમની સામે હરીફ ભાજપના અશોક પટેલ 73,432 મત મળ્યાં હતાં અને નોટામાં 2929 મત પડ્યાં હતાં. માણસા બેઠક પર કોંગ્રેસના સુરેશકુમાર પટેલ 77,902 મત લઇ ગયાં હતાં. તેમની સામે ભાજપના અમિત ચૌધરીને 77,378 મત મળતાં હાર્યાં હતાં. તો નોટામાં 3000 મત પડ્યાં હતાં. કલોલ બેઠકની વાત કરીએ તો અહીં પણ કોંગ્રેસ જીતી હતી જેમાં બળદેવજી ઠાકોર 82,886 મત મેળવી વિજેતા બન્યાં હતાં. તેમની સામે ડોક્ટર અતુલ પટેલને 74,921 મત મળ્યાં હતાં. જ્યારે નોટામાં 2515 મત ગયાં હતાં.

માણસાઅમિત શાહનું ગામ ગાંધીનગર જિલ્લાની માણસા બેઠકની વાત કરવામાં આવે તો માણસાએ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit Shah Native )નું એ પૈતૃક ગામ છે અને આ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં પણ વાર લાગી હતી. છેલ્લે વર્ષ 2017ની ચૂંટણીમાં માણસા બેઠક પરથી હારી ગયેલ ઉમેદવાર અમિત ચૌધરીને અમિત શાહે કમલમ બોલાવીને બેઠક કરીને અંતિમ સમયે માણસા બેઠક પરથી જે.એસ. પટેલને દાવેદારી કરવાનો મોકો આપ્યો હતો. જે.એસ.પટેલ વર્ષ 2022ની ચૂંટણીમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર ઉમેદવાર છે.

પીએમ મોદીએ ગાંધીનગર જિલ્લામાં કરી હતી જનસભા વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારો સાથે દહેગામમાં એક જનસભાનું આયોજન કર્યું હતું અને ગાંધીનગર જિલ્લાની પાંચે પાંચ બેઠક જીતવા માટેનું આહવાન પણ કર્યું હતું. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠક જીતવા (Gujarat Election 2022 Counting Day ) કઈ રીતની મહત્વની છે અને ગાંધીનગર સાથે કલોલ અને દહેગામ બેઠકને જીતીને સિસ્ટર સિટીનો દરજ્જો આપવાની વાત પીએમ મોદીએ કરી હતી. જયારે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર દક્ષિણ બેઠક જીતવા માટે પીએમ મોદીએ ભાજપના 2017ના ઉમેદવાર શંભુજી ઠાકોરને અલ્પેશ ઠાકોરને જીતાડવા ( Gandhinagar 5 Seats Results )માટેની સૂચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details