અમદાવાદઃ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓને ઘેરબેઠાં જરૂરી પ્રમાણપત્ર મળી રહે, તે માટે ઓનલાઇન અરજી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ માટે વિદ્યાર્થીઓએ www.gsebservice.com પર જઈને students મેનુમાં જવાનું રહેશે .ત્યાં જઈને online student service પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓએ રૂપિયા 50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરવાનું રહેશે.વિદ્યાર્થીઓની અરજીને ધ્યાનમાં લઈને જરૂરી પ્રમાણપત્રો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓ મોબાઈલ નંબર ઉપરથી તેઓ સ્પીડ પોસ્ટ ડિલિવરીને ટ્રેક પણ કરી શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડના વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરી પ્રમાણપત્રો મેળવી શકશે - શિક્ષણબોર્ડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરીને ગુણપત્રક, માઈગ્રેશન સર્ટિફિકેટ, વેરિફિકેશન તેમ જ ધોરણ 10 અને 12 સમકક્ષ ડિપ્લોમાધારકો જરૂરી પ્રમાણપત્ર મેળવી શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડના વિધાર્થીઓ ઓનલાઇન અરજી પ્રમાણપત્રો મેળવી શકશે
ઉલ્લેખનીય છે કે,વિધાર્થીઓએ અગાઉ આવા પ્રમાણપત્ર મેળવવા ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે જવું પડતું હતું. પરંતુ કોરોનાવાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે ઓનલાઇન સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.જેથી જે વિધાર્થીઓના ગુણપત્રકો ખોવાઈ ગયા હોય કે પ્રમાણપત્ર મેળવવાનું હોય તેઓ ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા આવા પ્રમાણપત્ર મેળવી શકશે.