ગુજરાત

gujarat

ETV Bharat / state

Monsoon Session : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં ઓબીસી અનામત મુદ્દે ચર્ચા, ચાંપાનેર હેરિટેજ સાઇટ અંગે પણ મોટો સુધારો લવાશે - જીએસટી

ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર શરુ થવાને ગણતરીના કલાકો બાકી છે. વિશેષમાં આ સત્ર ઐતિહાસિક બની રહેનાર છે કારણ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગુજરાત ઇ વિધાનસભાનો પ્રારંભ થશે. ત્યારે સત્રમાં રજૂ થનાર વિધેયકો અંગે પણ એક નજર કરીએ.

Monsoon Session : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં ઓબીસી અનામત મુદ્દે ચર્ચા, ચાંપાનેર હેરિટેજ સાઇટ અંગે પણ મોટો સુધારો લવાશે
Monsoon Session : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં ઓબોસી અનામત મુદ્દે ચર્ચા, ચાંપાનેર હેરિટેજ સાઇટ અંગે પણ મોટો સુધારો લવાશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 2:42 PM IST

Updated : Sep 11, 2023, 6:55 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ રહ્યું છે, ચોમાસુ સત્રના પ્રારંભથી ગુજરાત વિધાનસભા ઇ વિધાનસભા થઈ રહી છે. ત્યારે ગુજરાત ઇ વિધાનસભાનો પ્રારંભ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રારંભ થશે. ચોમાસુ સત્રમાં રજૂ થનાર વિધેયકોની વાત કરવામાં આવે તો 3 દિવસના સત્રમાં કુલ 8 જેટલા બિલો રજૂ કરવામાં આવશે.

કયા ત્રણ બિલ પર ચર્ચા :ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં ઓબીસી કમિશન મુદ્દે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. વિધાનસભામાં રાષ્ટ્રપતિ આવવાના હોવાના કારણે 12 સપ્ટેમ્બરના રોજ કામકાજ સમિતિની બેઠક પણ મળશે, જેમાં વિધાનસભાની કામગીરી ઉપરાંત રાષ્ટ્રપતિના આગમન, વિધાનસભા ગૃહમાં રાષ્ટ્રપતિના સંબોધન બાબતે પણ આયોજન કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે વિધાનસભાને સંબોધન : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, ગુજરાત વિધાનસભા ઇ વિધાનસભા બની રહી છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુંર્મૂ ગુજરાત વિધાનસભાના ડાયસ પર હાજર રહીને ગુજરાતના ધારાસભ્યોને સંબોધન કરશે.

ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની વિનંતીનો સ્વીકાર કર્યો છે. આમ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 10:00 કલાકે રાષ્ટ્રપતિ ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન કરશે અને સંબોધન પણ કરશે. ગૃહના તમામ ધારાસભ્યોને 13 સપ્ટેમ્બર ના રોજ સવારે 9:00 કલાકે ગૃહમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે...ડી. એમ. પટેલ ( વિધાનસભાના સચિવ )

વિધાનસભા ગૃહમાં કયા બિલો રજૂ થશે : ચોમાસુ સત્રમાં જીએસટી સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ અને ઓબીસી રિઝર્વેશન સંબધિત સુધારા વિધેયક રજૂ થવાના છે.

આ વિધેયકો રજૂ થશે

હેરિટેજ સાઇટ ચાંપાનેર અંગે ખાસ બાબત : વિધાનસભા ચોમાસુ સત્રમાં ચાંપાનેર પાવાગઢ આર્કીઓલોજિકલ પાર્ક વર્લ્ડ હેરિટેજ એરિયા મેનેજમેન્ટ ઓથોરીિટી રદ કરાશે. રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન મુળૂભાઈ બેરા વિધાનસભા ગ્રુપમાં ચાંપાનેર પાવાગઢ આર્કીઓલોજિકલ પાર્ક વર્લ્ડ હેરિટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરિટી રદ કરવા બાબતનું બિલ રજુ કરશે. જે અંતર્ગત રાજ્ય સરકારે પહેલા પાવાગઢ ચાંપાનેરના કુદરતી પ્રદેશની જાળવણી કરવા અને સાંસ્કૃતિક ઓળખની જાળવણી ઉપરાંત અનિયંત્રિત વિકાસ અને વાણિજ્ય ઉપયોગ અટકાવવા માટે ખાસ મેનેજમેન્ટ કમિટીની નિમણૂક કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે 17 જૂન 2023ના રોજ શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના સરકારી જાહેરનામાંથી પાવાગઢ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી છે. જેથી એક જ ઉદ્દેશ માટે બે કમિટી હોવાના કારણે રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં ચાંપાનેર પાવાગઢ વર્લ્ડ હેરિટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરિટી રદ કરશે.

ઓનલાઈન ગેમિંગનો જીએસટીમાં ઉલ્લેખ : સરકારે જીએસટીમાં કરેલ સુધારો અંતર્ગત રાજ્ય સરકાર પણ ગુજરાત વિધાનસભા ગૃહમાં જીએસટીમાં સુધારો કરશે જેમાં ઓનલાઇન ગેમિંગ અથવા તો ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર ગેમ પૂરી પાડવી અને તેમાં ઓનલાઈન ગેમિંગનો સમાવેશ થાય છે. તેમાં પણ જીએસટી લાગુ કરવામાં આવશે. આમ ઓનલાઇન ગેમિંગમાં સટ્ટાબાજી કેસોનો જુગાર ઘોડા દોડ લોટરી અથવા તો ઓનલાઈન ગેમના માધ્યમથી અથવા તો તેના દ્વારા સમાવિષ્ટ દાવા પાત્ર હકમાં GST લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સિલ દ્વારા 50 અને 51 બેઠકમાં આ બાબતનો નિર્ણય કર્યો હતો. જય ગુજરાત સરકાર lottery, batting અને rambling શબ્દોને દૂર કરીને તેની જગ્યાએ specified qctionable claimનો શબ્દપ્રયોગ કરવામાં આવશે. જ્યારે વિદેશમાંથી ભારત દેશના લોકોને online money gaming નો સપ્લાય કરનાર વ્યક્તિએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ પણ સુધારા બિલમાં રાખવામાં આવી છે.

ઓબીસી મુદ્દે થશે ચર્ચા :ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા રાજ્ય સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ અંતર્ગત 27 ટકા ઓબીસીને અનામત જાહેર કરી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્ર દરમિયાન ઓબીસી રિઝર્વેશન સંબંધિત સુધારા પિતા એક પણ ગૃહમાં પસાર કરવામાં આવશે. અગાઉ કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ નિવેદન આપ્યું હતું કે વિધાનસભા ગૃહમાં આ મુદ્દે ચર્ચા થાય તે ખૂબ જ જરૂરી છે. ઉપરાંત વસતી પ્રમાણે અનામત મળવી જોઈએ તેવી માગ પણ અમિત ચાવડાએ કરી હતી, ત્યારે વિધાનસભા ગૃહમાં ઓબીસી રિઝર્વેશન સંબંધિત સુધારા વિધેયક બિલમાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવશે તેવી સ્પષ્ટ સંભાવનાઓ દેખાઈ રહી છે.

  1. President Murmu On Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 12 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, 13 સપ્ટેમ્બરે ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ
  2. Gujarat e-Assembly : CM ભૂપેન્દ્ર પટેલ ઈ-વિધાનસભાની તાલીમ લીધી, ચોમાસુ સત્રની તમામ કામગીરી ઓનલાઈન થશે
  3. Gujarat e Assembly : ઓનલાઈન MLA પ્રેઝન્ટ, આઈ ડિટેક્શન સિક્યુરિટી, 2 સર્વરથી સજ્જ હશે ગુજરાત ઈ-વિધાનસભા
Last Updated : Sep 11, 2023, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details