ગાંધીનગરઃ રાજ્યના DGPએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હજુ પણ લોકો સવારે વોકિંગ-જોગિંગના બહાને તથા સાંજે આવશ્યક ચીજવસ્તુઓ લેવાના બહાને બહાર નીકળી પડી સોશ્યિલ ડિસ્ટન્સીગનું ઉલ્લંઘન કરતા ધ્યાને આવી રહ્યાં છે. આ પ્રકારે હવેથી જો કોઈપણ નજરે ચડશે તો તેમની સામે ગુન્હો દાખલ થશે. વળી, આવશ્યક ચીજવસ્તુઓના નામે આ લોકડાઉનની વ્યવસ્થામાંથી મુક્તિ મેળવનારા લોકો પણ આ મુક્તિનો દુરુપયોગ કરતા સામે આવ્યા છે, તે ખુબ અનુચિત છે. આ પ્રકારે અમદાવાદના નરોડા પોલીસ મથકની હદમાં એક ખાનગી એમ્બ્યુલન્સવાનની આડમાં દેશી દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે, જેની સામે અમે કડક કાર્યવાહી કરી છે.
હવે મોર્નિંગ વોક કરવા વાળા સામે પણ ગુનો દાખલ કરાશે : DGP - shivanand jha
અમદાવાદ શહેરમાં જે ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે, તેવા સંજોગોમાં પોલીસતંત્ર દ્વારા શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશ્યલ ઓપેરેશન ગ્રુપ (એસઓજી)ને પણ પેટ્રોલિંગની કામગીરીમાં જોડવામાં આવશે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના ક્લસ્ટર ક્વોરેન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. આ માટે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે પણ પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
હવે મોર્નિંગ વોક કરવા વાળા સામે પણ ગુનો દાખલ કરાશે : DGP
નિઝામુદ્દીન મરકઝમાંથી આવેલા તબલીગી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 127 લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકીના વધુ એક વ્યક્તિનો કેસ આજે પોઝિટિવ આવતા આ પોઝિટિવ લોકોની સંખ્યા 12 ઉપર પહોંચી છે. આ સિવાયના તમામને હાલ કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અન્ય એક ગ્રુપ 'સુરા ગ્રુપ''ના લોકોના પરીક્ષણ અને તપાસની કામગીરી પણ ચાલુ છે.