વાવાઝોડાના ટકરવાની પ્રક્રિયા શરૂ ગાંધીનગર:રાજ્યના કચ્છ જિલ્લાના દરિયાકિનારે આવેલ જખૌ પોર્ટ પર બિપરજોય નામનું વાવાઝોડું ટકરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બિપરજોય વાવાઝોડું ટકરાતાં તેની વિનાશક અસરો શરૂ ગઈ છે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે તો ક્યાંક વીજપોલ પડી જતાં ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ ખાતે એક કલાક સુધી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને લેન્ડફોલની પ્રક્રિયા વિશે માહિતી પણ મેળવી હતી.
વાવાઝોડાની આંખ જખૌમાં પ્રવેશીઃ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે રાત્રે 11.30 વાગ્યે બિપરજોય વાવાઝોડાની આંખ ગુજરાતના કચ્છના જખૌમાં પ્રવેશી હતી. જે પછીના કલાકો ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોખમી રહેશે. પવનની ગતિમાં વધારો થશે અને અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એક અંદાજ પ્રમાણે વાવાઝોડાની આંખનો ઘેરાવો 50 કિમી જેટલો છે. જેથી આંખની ગતિ થશે તેમ તેમ 50 કિમીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.
જખૌ પોર્ટ પર લેન્ડફોલ: હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે જખૌ પોર્ટથી 50 કી.મી. દૂર મુખ્ય લેન્ડ ફોલ થયો છે. હવાની ગતિ 115-125 કી.મી. રહેવાની સંભાવના છે. લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ પ્રક્રિયા અડધી રાત સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ વાવાઝોડું સિવિયર સાયકલોન ફ્રોમમાં પરિવર્તિત થશે અને આ ઘટનાથી કચ્છમાં અને આજુબાજુના જિલ્લાઓમાં ભારે થઈ ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે અને લેન્ડફોલ થયા બાદ ધીમે ધીમે વાવાઝોડાની ઇન્ટેન્સિટીમાં ઘટાડો થશે. કાલ સાંજ સુધીમાં પવનની ગતિ નોર્મલ થશે.
રાજ્ય સરકાર એલર્ટ: ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાતાં રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. અતિ પ્રભાવિત કચ્છ, દ્વારકાના જિલ્લા કલેક્ટર સાથે સ્થિતિને લઈને વાતચીત કરી હતી. વાવાઝોડાની સ્થિતિ બાદ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા તંત્રને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
- Gujarat Cyclone Biparjoy Landfall : ગુજરાતના કચ્છમાં જખૌ દરિયાકાંઠેથી બિપરજોય વાવાઝોડુ લેન્ડફૉલ થયું, અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી
- Gujarat Cyclone Biparjoy Landfall : વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થતાં જ દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો, ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થયો
- Gujarat Cyclone Biparjoy Landfall : વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થતાં જ દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો, ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થયો