- રાજ્યમાં કોરોના(corona) પર કંન્ટ્રોલ
- 24 કલાકમાં 1,681 પોઝિટિવ કેસ નોંઘાયા
- 4,721 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 18 દર્દીના મોત નિપજ્યાં
- અમદાવાદમાં 264, બરોડા 212, સુરત 155 અને રાજકોટમાં 82 કેસ નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના(corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસ(positive case)માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં 1,681 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે સૌથી વધુ 4,721 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા છે, જ્યારે ગત 24 કલાકમાં 18 જેટલા દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે, જ્યારે આજે સોમવારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,871 કેસ નોંધાયા, 5,146 દર્દીઓ ડિસ્ચાર્જ
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં ગત કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે ગત 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં ગત 24 કલાકમાં 264 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 927 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે, જ્યારે બરોડા 212, સુરત 155 અને રાજકોટમાં 82 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ