ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાનાં નવા 1502 પોઝિટિવ કેસ નોંધાયા, 20ના મોત - કોરોના વાયરસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1,502 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1,401 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 209780 થઇ છે. કુલ મૃત્યઆંક 3989 પર પહોંચ્યો છે.

coronavirus
coronavirus

By

Published : Nov 30, 2020, 11:01 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • 24 કલાકમાં નવા 1502 કેસ સામે આવ્યા
  • રાજ્યમાં કુલ આંકડો બે લાખને પાર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો બે લાખને વટાવી ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1502 કેસ સામે આવ્યા છે. રાજ્યમા આજદિન સુધી કુલ 209780 કેસ થયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 20 દર્દીનાં મોત થયા છે. આજે 1401 દર્દીને રજા પણ આપવામાં આવી હતી.

ગુજરાત કોરોના અપડેટ

જિલ્લા વાઇઝ આંકડાકીય માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 291, સુરત કોર્પોરેશન 212, વડોદરા કોર્પોરેશન 147, રાજકોટ કોર્પોરેશન 105, સુરત 54, રાજકોટ 35, મહેસાણા 70, વડોદરા 40, કચ્છ 33 ગાંધીનગર 31, પંચમહાલ 31, બનાસકાંઠા 28, ગાંધીનગર કોર્પોરેશન 28, જામનગર કોર્પોરેશન 27 પાટણ 26 મોરબી 25 મહીસાગર 24 સુરેન્દ્રનગર 23 ખેડા 22 સાબરકાંઠા 22 અમદાવાદ 21, અમરેલી 21 દાહોદ 20, ભરૂચ 19 આણંદ 16, નર્મદા 16, નવસારી 15 જુનાગઢ 13 જુનાગઢ કોર્પોરેશન 12, અરવલ્લી 10 ભાવનગર કોર્પોરેશન 10, ગીર સોમનાથ 10, તાપી 9, બોટાદ 8, જામનગર 8, પોરબંદર 6, દેવભૂમિ દ્વારકા 5, ભાવનગર 4, છોટાઉદેપુર 3 અને ડાંગમાં 2 કેસ સામે આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં

રાજ્યમાં 83 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3989 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 49975 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 291 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 19 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 310 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details