ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોનાનાં નવા 1049 કેસ નોંધાયા, 879 ડિસ્ચાર્જ, 5ના મોત, કુલ પોઝિટિવ કેસ 182719 - પાંચ મહાનગરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1049 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 879 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,82,719 થઈ છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Nov 10, 2020, 8:06 PM IST

  • રાજ્યમાં કોરોના વાઇરસના નવા 1049 કેસ નોંધાયા
  • 879 દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા
  • રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,82,719 થઈ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 1,82,719 થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1049 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 5 દર્દીના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે 879 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

ગુજરાત કોરોના અપડેટ

કોર્પોરેશન પ્રમાણે આંકડાકીય માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 149, અમદાવાદ કોર્પોરેશન 166, વડોદરા કોર્પોરેશન 80, રાજકોટ કોર્પોરેશન 79, મહેસાણા 53, ગાંધીનગર કોર્પોરેશન 34, વડોદરા 39, પાટણ 36, સુરત 34, રાજકોટ 49, ગાંધીનગર કોર્પોરેશન 23, બનાસકાંઠા 39, જામનગર કોર્પોરેશન 24, અમરેલી 20, જામનગર 20, સુરેન્દ્રનગર 18, ગાંધીનગર 17, મોરબી 15, ખેડા 14, સાબરકાંઠા 14, કચ્છ 13, મહીસાગર 13, અમદાવાદ 12, પંચમહાલ 12, તાપી 12, ભરૂચ 11, જુનાગઢ 9, ગીર સોમનાથ 8, જુનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 8, ભાવનગર કોર્પોરેશન 7, દેવભૂમિ દ્વારકા 7, નવસારી 7, આણંદ 6, દાહોદ 5, અરવલ્લી 3, છોટાઉદેપુર 3, વલસાડ 2, ભાવનગર 1, બોટાદ 1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.

મહાનગરોમાં સૌથી વધુ કેસ

રાજ્યમાં 69 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3773 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 44284 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવ્યાં છે. સુરત એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પોઝિટિવ કેસમાં પહેલા નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 149 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 34 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 183 સામે આવ્યાં છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details