ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો સવા લાખને પાર થઈ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1,411 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે 10 દર્દીનાં મોત થયા છે. જ્યારે 1,231 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,33,219 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના અપડેટ: નવા 1,411 પોઝિટિવ કેસ નોંધાયા, 1231 ડિસ્ચાર્જ, 10ના મોત - વડોદરા કોર્પોરેશન
રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે. ત્યારે ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા 1,411 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. આ સાથે 1,231 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગુજરાત કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 1,33,219
- કુલ મોત - 3,419
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 160, અમદાવાદ કોર્પોરેશન 178, રાજકોટ કોર્પોરેશન 112, સુરત 109, વડોદરા કોર્પોરેશન 92, જામનગર કોર્પોરેશન 81, બનાસકાંઠા 36, મહેસાણા 52, વડોદરા 41, રાજકોટ 59, કચ્છ 34, સુરેન્દ્રનગર 34, ભાવનગર 31, અમરેલી 30, પાટણ 27, ગાંધીનગર 26, મોરબી 24, ભરૂચ 21, અમદાવાદ 19, ગાંધીનગર કોર્પોશન 19, સાબરકાંઠા 19, જામનગર 18, પંચમહાલ 18, આણંદ 16, ખેડા 16, ભાવનગર કોર્પોરેશન 16, જૂનાગઢ 14, જૂનાગઢ કોર્પોરેશન 15, દાહોદ 12, તાપી 12, મહીસાગર 11, નવસારી 11, ગીર સોમનાથ 9, વલસાડ 8, દેવભૂમિ દ્વારકા 7, અરવલ્લી 6, નર્મદા 6, છોટાઉદેપુર 5, પોરબંદર 3, બોટાદ 2 અને ડાંગમાં 2 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.