ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં નવા 1101 કેસ નોંધાયા, 972 ડિસ્ચાર્જ, 14 મોત, કુલ 86779

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં નવા 1101 કેસ નોધાયા છે અને 972 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આ સાથે જ 14 લોકોના મોત થયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 86779 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં 24 કલાકમાં નવા 1101 કેસ
રાજ્યમાં 24 કલાકમાં નવા 1101 કેસ

By

Published : Aug 23, 2020, 7:46 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 80 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1101 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 86779 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી રવિવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 972 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં નવા 1101 કેસ
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 162, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 153, વડોદરા કોર્પોરેશન 87, સુરત 86, રાજકોટ કોર્પોરેશન 63, જામનગર કોર્પોરેશન 76, પંચમહાલ 32, કચ્છ 32, રાજકોટ 36, વડોદરા 32, ભરૂચ 27, ભાવનગર કોર્પોરેશન 25, અમદાવાદ 24, દાહોદ 18, ગીર સોમનાથ 18 18, બનાસકાંઠા 17, ભાવનગર 16, અમરેલી 15, જુનાગઢ 15 15, જુનાગઢ 15 15, ગાંધીનગર 14, ગાંધીનગર કોર્પોરેશન 14, મહેસાણા 14, જુનાગઢ કોર્પોરેશન 12 12, આણંદ 11, મોરબી 11 11, સાબરકાંઠા 11, નર્મદા 10, જામનગર 9, પોરબંદર 9, પાટણ 8, પાટણ 8, ખેડા 8, દેવભૂમિ દ્વારકા 7, નવસારી 7 7, તાપી 6, બોટાદ 5, મહીસાગર 3, સુરેન્દ્રનગર 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, વલસાડ 2 અને છોટાઉદેપુરમાં 1 કેસ સામે આવ્યો છે.જ્યારે 79 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2897 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 30197 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત રવિવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 162 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 86 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 248 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details