ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 70 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1087 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 76569 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી શુક્રવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1071 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1087 કેસ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 149, સુરત મહાપાલિકા વિસ્તારમાં 168, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 89, રાજકોટ કોર્પોરેશન 63, સુરત 64, જામનગર કોર્પોરેશન 51, પંચમહાલ 40, રાજકોટ 36, અમરેલી 29, ગાંધીનગર 24, ગીર સોમનાથ 24, મહેસાણા 24, ભરૂચ 23, દાહોદ 23, જુનાગઢ 22, કચ્છ 22, મોરબી 21, ભાવનગર કોર્પોરેશન 18, વડોદરા 18, જુનાગઢ કોર્પોરેશન 17, બનાસકાંઠા 15, ગાંધીનગર કોર્પોરેશન 14, પાટણ 13, સુરેન્દ્રનગર 13, અમદાવાદ 12, આણંદ 12, નવસારી 10, વલસાડ 9, સાબરકાંઠા 8, ખેડા 7, નર્મદા 7, ભાવનગર 6, બોટાદ 6, છોટાઉદેપુર 6, જામનગર 5, તાપી 5, મહીસાગર 4, પોરબંદર 4, અરવલ્લી 3 અને દેવભૂમિ દ્વારકામાં 3 કેસ સામે આવ્યા છે.જ્યારે 71 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2748 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 28678 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શુક્રવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 168 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 64 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 232 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.