ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમા 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ, 1046 ડિસ્ચાર્જ, 18 મોત, કુલ પોઝિટિવ કેસ 75483 - ગાંધીનગરના સમાચાર

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ નોંધાયા હતા. સાથે જ 1046 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ગુરૂવારે 18 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 75483 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ

By

Published : Aug 13, 2020, 8:04 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 70 હજાર વટાવી ગયો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં નવા 1092 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 75483 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1046 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 143, સુરત મહાપાલિકા વિસ્તારમાં 181, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 87, રાજકોટ કોર્પોરેશનમાં 63, સુરત 70, જામનગર કોર્પોરેશન 36, અમરેલી 33, રાજકોટ ગ્રામ્ય 32, ગીર સોમનાથ 29, ભાવનગર કોર્પોરેશન 25, દાહોદ 25, મોરબી 25, અમદાવાદ ગ્રામ્ય 23, પંચમહાલ 23, કચ્છ 22, વડોદરા 22, મહેસાણા 20, ગાંધીનગર ગ્રામ્ય 18, સુરેન્દ્રનગર 17, મહીસાગર 16, ભાવનગર 15, ગાંધીનગર કોર્પોરેશન 15, નવસારી 14, વલસાડ 14, ખેડા 12, બનાસકાંઠા 11, પાટણ 11, ભરૂચ 10, જૂનાગઢ 10, સાબરકાંઠા 10, આણંદ 9, છોટાઉદેપુર 8, જૂનાગઢ કોર્પોરેશન 7, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 6, નર્મદા 5, પોરબંદર 5, અરવલ્લી 4, જામનગર 3 અને તાપીમાં 2 કેસ સામે આવ્યા છે.79 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 2733 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 28517 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત ગુરૂવારે રાજ્યમાં ફરીથી પહેલા નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 181 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 70 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 251 સામે આવ્યાં છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details