રાજ્યમાં 5011 કોરોના પોઝિટિવ કેસ અને 49 મોત નોંધાયા - ગુજરાત કોરોના અપડેટ
કોરોનાના આંકડાઓ ભયાજનક રીતે વધી રહ્યા છે. શનિવારના રોજ સતત બીજા દિવસે કોરોનાના 5011 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 5 હજારથી વધુ કેસ ભયજનક સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં 1409 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 49 કોરોના દર્દીઓના મોત થયા છે.
કોરોના પોઝિટિવ કેસ
By
Published : Apr 10, 2021, 11:12 PM IST
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 5011 કેસ નોંધાયા
કોરોનાને કારણે 49 લોકોના મોત
સૌથી વધુ 16 મોત સુરતમાં અને અમદાવાદમાં 14 મોત નોંધાયા
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના 4 હજારથી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આજે શનિવારના રોજ કોરોનાના નવા 5011 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 49 કોરોના દર્દીના મૃત્યુ થયા છે.
હાલ અમદાવાદમાં કુલ 25 હજાર 129 એક્ટિવ કેસ છે. જેમાંથી 192 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 24 હજાર 937 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3 લાખ 12 હજાર 151 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે આજ દિન સુધી કુલ 4746 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. શનિવારના રોજ રાજ્યમાં 2 લાખ 87 હજાર 617 લોકોને રસી આપવામાં આવી હતી.
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 5011 કેસ નોંધાયા
કોરોનાને કારણે શનિવારે કુલ 49 લોકોના મોત થયા હતા. જેમાંથી સુરત મનપા હદ વિસ્તારમાં 15 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1 મોત થયું હતું. આ ઉપરાંત અમદાવાદ મનપાના હદ વિસ્તારમાં 14 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 , વડોદરામાં 4, રાજકોટમાં 8 ગાંધીનગરમાં 2, સુરેન્દ્રનગરમાં 2 અને છોટા ઉદયપુરમાં 1 કેસ નોંધાયો હતો.