ગાંધીનગરઃગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો (Gujarat Corona Update)છે કોરોનાની પ્રથમ અને બીજી લહેર માં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો( Third Wave of Coronavirus )જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 19 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 486 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1419 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 13 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં બરોડામાં 04 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવેતો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 192 જેટલા કેસો નોંધાયા છે. સુરત શહેરમાં 21 બરોડા શહેરમાં 62 અને રાજકોટમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 1419 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચોઃIndia Corona Update : ભારતમાં કોરોનાના 22,270 નવા કેસ, 325 દર્દીઓના મોત