ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Corona Update: 24 કલાકમાં 1,883 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 5005 દર્દીઓ કોરોનાને માત આપી, 14 દર્દીના મૃત્યુ - ગુજરાત આરોગ્ય વિભાગ

ગુજરાત રાજ્યમાં કોરોના હવે ધીમાં પગલે ચાલી Gujarat Corona Update)રહ્યો છે.આજે કોરોનાના નવા 1,883 કેસ(Gujarat Corona Update) નોંધાયા હતા. તો બીજી તરફ 5005 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 11,83,294 દર્દીઓ સાજા થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 97.60 ટકાએ(Corona recovery rate in Gujarat) પહોંચ્યો હતો.

Gujarat Corona Update: 24 કલાકમાં 1,883 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 5005 દર્દીઓ કોરોનાને માત આપી, 14 દર્દીના મૃત્યુ
Gujarat Corona Update: 24 કલાકમાં 1,883 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 5005 દર્દીઓ કોરોનાને માત આપી, 14 દર્દીના મૃત્યુ

By

Published : Feb 11, 2022, 10:34 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ (Corona cases in Gujarat)તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો (Gujarat Corona Update)જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 11 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,883 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5005 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 14 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ 03 અને બરોડામાં 04 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 618 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 47, બરોડા શહેરમાં 282 અને રાજકોટમાં 47 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 5005 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચોઃSumul Dairy Cooperation Convention: બાજીપૂરામાં 19મીએ યોજાનાર કેન્દ્રીય ગૃહપ્રધાનના કાર્યક્રમનો વિરોધ

આજે 2,06,636નાગરિકોને રસીકરણ થયું

આજ રોજ 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 2,06,636 નાગરિકોને વેક્સિન આપવામાં (Gujarat Health Department )આવી છે જ્યારે 18 થી 45 વર્ષ થી વયના 17,574 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 52,075 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 14,987 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 66,594 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 41,722 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,07,17,057 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 18,301

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 18,301 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 105 વેન્ટિલેટર પર અને 18,196 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,775 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,83,294 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 97.60 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃCongress Leader Tushar Chaudhari Demand : ડેટા સરકાર પાસે છે જ, તમામ કોરોના મૃતકોના પરિવારને સહાય આપો

ABOUT THE AUTHOR

...view details