ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: 1204 નવા પોઝિટિવ કેસ સાથે 14ના મોત, 1324 ડિસ્ચાર્જ - Positive case

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે 24 કલાકમાં કોરોનાએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. શુક્રવારના રોજ રાજ્યમાં કોરોનના કુલ નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સામે 1324 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે 14 લોકોના મોત થાય છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Aug 21, 2020, 9:36 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસના આંક 80 હજારની પાર થયો છે.

છેલ્લા 24 કલાકમાં નવા 1,204 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 84,466 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં શુક્રવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. શુક્રવારે કુલ 1,324 દર્દીઓને રજા આપવામાં આવી છે.

ગુજરાત કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 84,466
  • કુલ સક્રિય કેસ - 14,320
  • કુલ ડિસ્ચાર્જ - 67,277
  • કુલ મૃત્યુ - 2,869
  • કુલ ટેસ્ટ - 16,20,067

ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેમમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ

  • સુરત કોર્પોરેશન વિસ્તાર - 169
  • અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર - 156
  • વડોદરા કોર્પોરેશન - 97
  • સુરત - 82
  • રાજકોટ કોર્પોરેશન - 60
  • જામનગર કોર્પોરેશન - 69
  • પંચમહાલ - 44
  • કચ્છ - 38
  • રાજકોટ - 37
  • ભરૂચ - 31
  • અમરેલી - 29
  • દાહોદ - 28
  • મહેસાણા - 27
  • અમદાવાદ - 23
  • બનાસકાંઠા - 23
  • વડોદરા - 23
  • મોરબી - 20
  • જૂનાગઢ - 19
  • ગાંધીનગર કોર્પોરેશન - 18
  • ગીર સોમનાથ - 17
  • ગાંધીનગર - 16
  • ભાવનગર - 15
  • પાટણ - 15
  • આણંદ - 14
  • જૂનાગઢ કોર્પોરેશન - 13
  • ભાવનગર કોર્પોરેશન - 12
  • નર્મદા - 11
  • ખેડા - 10
  • નવસારી - 9
  • સાબરકાંઠા - 9
  • તાપી - 9
  • બોટાદ - 8
  • ડાંગ - 8
  • જામનગર - 8
  • મહીસાગર - 8
  • પોરબંદર - 8
  • દેવભૂમિ દ્વારકા - 6
  • છોટાઉદેપુર - 5
  • વલસાડ - 4
  • અરવલ્લી - 3
  • સુરેન્દ્રનગર - 3

જ્યારે 89 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 2,869 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 29,841 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાંથી સામે આવી રહ્યા છે.

સુરત છેલ્લા 24માં રાજ્યમાં ફરીથી સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 169 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 82 કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 251 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details