મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલાં નવા ટ્રાફિક નિયમન બિલ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં આ બિલ લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત રાજ્યમાં હજુ સુધી આ બિલ લાગુ કરવામાં આવ્યું નથી.
લોકસભામાં પસાર થયેલાં બિલ મુદ્દે ગુજરાત CM કરશે બેઠક, ટ્રાફિક નિયમન બિલ 2019 અંગે કરશે સમીક્ષા - વિજય રૂપાણી
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં નવા ટ્રાફિક નિયમન બિલ 2019ને પસાર કર્યુ છે. જેમાં વાહન ચલાવતી વખતે નિયમનો ભંગ કરનારના દંડમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિયમ સમગ્ર દેશમાં 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. જેને ગુજરાતમાં નિયમ લાગુ કરવો કે નહીં તે માટેની ચર્ચા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી.
Etv bharat
દેશના અન્ય રાજ્યમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેને સ્થાનિકોમાં હર્ષની લાગણી પણ જોવા મળી રહી છે. પણ ગુજરાતમાં આ નિયમ લાગુ કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવા સમીક્ષા કરાઈ હતી. આ સમીક્ષામાં રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આશીર્વાદ ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.