ગાંધીનગરસ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Chief Minister Urban Development Scheme) અન્વયે વાપીમાંવરસાદી પાણીની નિકાલ વ્યવસ્થાના (Rain water drainage system in Vapi) કામો માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 26.52 કરોડની મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્યની 3 નગરપાલિકાઓને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (Storm water drainage), પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજનાના (Water Supply Underground Drainage Scheme) કામો માટે કુલ રૂપિયા 114.68 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત માટે મહત્વનો નિર્ણયગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યપ્રધાન સમક્ષ જે દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. તેમાં વાપી, ભરૂચ અને મુન્દ્રા બારોઇ નગરપાલિકાના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વાપી નગરપાલિકાને વરસાદી પાણીની વ્યવસ્થા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂપિયા 26.52 રકરોડના કામો માટે અનુમતિ આપી છે.
ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે આશરે એવરેજ 100 ઇંચ જેટલો વરસાદ પડે છે. આના પરિણામે 2થી 3 ફૂટ જેટલો પાણીનો ભરાવો થાય છે. પૂર્વ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે. આમ ભારે વરસાદની પરિસ્થિતિ પહોંચી વળવા સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. આ દરખાસ્ત મંજૂર થતાં હવે વાપી નગરપાલિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો હાથ ધરશે. નાગરિકોના ઘરોમાં થતો પાણીનો ભરાવો અટકશે તથા જાનમાલનું નુકશાન પણ બચી જશે.
ભૂગર્ભ યોજનામાં કરોડો રૂપિયા મંજૂરઆ ઉપરાંત કચ્છની મુન્દ્રા બારોઇ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના કામો માટેની રૂપિયા 83.79 કરોડની દરખાસ્ત પણ મંજૂર કરી છે. આ નગરોની આગામી વર્ષ 2052ની વસ્તીની રોજની 12.11 MLD સીવેજ જનરેશનની સંભાવના ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર યોજનાના કામોનું આયોજન કરવામાં આવેલું છે. આ યોજના અંતર્ગત 10 MLD ક્ષમતાનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હાઉસ કનેક્શન ચેમ્બર, પમ્પીંગ મશીનરી તેમજ સીવર કલેક્ટીંગ સીસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભરૂચ નગરપાલિકાને કરોડો ફાળવ્યાઆ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલે ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તાર ઝોન 6 અને શક્તિનગર ઝોન 2માં પાણી પુરવઠા યોજનાના કામો માટે 4.37 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ બન્ને ઝોનમાં આગામી 2050ના વર્ષની વસ્તીનો અંદાજ ધ્યાનમાં રાખીને રોજની 16.02 MLD પાણી જરૂરિયાતને પહોંચી વળવા આ પાણી પુરવઠા યોજના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરી છે.