ગુજરાત ફાઇનાન્સ ટેક-સિટી ગાંધીનગર ખાતે આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગિફ્ટ સિટીમાં આવતા લોકોને ઉપયોગી બની રહે તે માટે બ્રિગેડ ગ્રુપ દ્વારા આશરે એક હજાર કરોડમાં બનાવવામાં આવેલી હોટેલ ગ્રાન્ડ મર્ક્યુરનો શુભારંભ કરાયો હતો.
ગિફ્ટ સિટીમા પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલનો શુભારંભ કરાવતા રાજ્યના મુખ્ય પ્રધાન - Gujarat cm Opening new hotel
ગાંધીનગરઃ રાજ્યના પાટનગરની પડખે બની રહેલી ગિફ્ટ સિટીમાં રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગિફ્ટ સિટીમાં અકોર, બ્રિગેડ ગ્રુપ દ્વારા રાજ્યમાં ત્રીજી હોટેલ શરૂ કરવામાં આવી છે. બ્રિગેડ ગ્રૂપના જયશંકરે કહ્યું કે, અમારા ગ્રુપ દ્વારા 7મી હોટેલ અને દક્ષિણ ભારત બહાર પ્રથમ હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર શરૂ કરવામાં આવી છે.

ગિફ્ટ સિટીમા પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલનો શુભારંભ કરાવતા રાજ્યના મુખ્યપ્રધાન
શું કહ્યુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ..જૂઓ વીડિયો
ગિફ્ટ સિટીમા પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલનો શુભારંભ કરાવતા રાજ્યના મુખ્ય પ્રધાન
ગિફ્ટ સિટીમાં આવતા વિદેશીઓને ગુજરાતી ભાણાનો સ્વાદ મળી રહે તે માટે ગુજરાતની તમામ વાનગીઓ અહીં આવતા લોકોને પીરસવામાં આવશે. આ હોટેલમાં 151 રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યારે સાત માળ બનાવાયા છે.