ગાંધીનગરઃગાંધીનગર પોલીસ અકાદમી (Gandhinagar police Acadamy) કરાઇ ખાતે આયોજિત દીક્ષાંત પરેડસમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવ નિયુક્ત ઓફિસરોમાં 14 જેટલી બહેનો, 3 ડોક્ટર,25 ઈજનેર અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકને શુભેચ્છા પાઠવી હતી. તાલીમ (Gujarat police Training) દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠતા મેળવનાર ઓફિસરોને ટ્રોફી,પુરસ્કાર તથા સ્વોડૅ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા. ગાંધીનગર ખાતે પોલીસ એકાદમી કરાઈ ખાતે વિવિધ વિભાગમાં ઉત્કૃષ્ઠત કામગીરી કરનારને સન્માન કરવામાં આવ્યું હતું.
પોલીસ એકેડેમીમાં મુખ્યપ્રધાને પોલીસ કર્મીઓની નવી ટીમને શુભેચ્છા પાઠવી શું બોલ્યા મુખ્યપ્રધાનઃમુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાંસેવારત થવા જઈ રહેલા 46 પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડમાં જણાવ્યું હતું કે, રાજ્યની સલામતી તેમજ વિકાસના પાયામાં પોલીસદળ મહત્વનું યોગદાન રહ્યું છે. પોલીસ દળ પોતાની ચિંતા કર્યા વિના રાજ્યની સુરક્ષા તેમજ કર્તવ્યથી રાજ્યની ગરીમા વધારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને સુરક્ષા, સલામતી અને શાંતિના પ્રહરી કહ્યા છે. તેવા પોલીસ દળની કર્તવ્ય ભાવનાની સરાહના કરી હતી.
પોલીસ એકેડેમીમાં મુખ્યપ્રધાને પોલીસ કર્મીઓની નવી ટીમને શુભેચ્છા પાઠવી ટેકનોલોજીનો ઉપયોગઃ જ્યારે સમાજમાં તબીબ,ઇજનેરી કે અન્ય વ્યવસાયો માટે યુવાઓમાં ઝોક વધુ જોવા મળે છે. તેવા સમયે સમાજ રક્ષા માટે પોલીસ દળને કેરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત ઓફિસરોની ભાવના અભિનંદનીય છે. ટેકનોલોજીનો સમયનો ઉપયોગ કરીને અને પ્રજા જીવનની રક્ષા- સુરક્ષા માટેની સંપૂર્ણ કટીબદ્ધતા દાખવીને સેવારત થવાનો ભાવ ઉજાગર કરવા પણ પ્રેરણા આપી છે. દેશના અમૃતકાળ માટે વિકસિત-રાષ્ટ્ર નિર્માણનો જે સંકલ્પ આપ્યો છે. તેને સાકાર કરવા રક્ષા શક્તિના આ કર્મયોગીઓ ફરજ નિષ્ઠાથી યોગદાન આપશે તેવો વિશ્વાસ છે. સીધી ભરતીની બીજી બેન્ચના 46 પોલીસ ઇન્સ્પેકટર ભાઈ-બહેનોએ શપથ ગ્રહણ કર્યા હતા.
પોલીસ એકેડેમીમાં મુખ્યપ્રધાને પોલીસ કર્મીઓની નવી ટીમને શુભેચ્છા પાઠવી ખાસ મહેમાન રહ્યાઃ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હષૅ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, DGP આશિષ ભાટિયા ,વિવિધ તાલીમાર્થીઓ સહિત રાજ્યભરમાંથી દીક્ષાંર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંઘર્ષ સાથે દેશને એક નવા મુકામેં પહોંચાડ્યો છે. જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો- વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે. સીધી ભરતીના બીજી બેન્ચના 46 પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે. તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી તેમને આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી છે.---હર્ષ સંઘવી (રાજ્યના ગૃહપ્રધાન)