- પ્રધાન મંડળના પ્રધાનોની શપત વિધિ ઘણા અટકળો બાદ યોજાવાની સંભાવના
- સમગ્ર પ્રધાન મંડળમાં ફેરફાર કરવાની તૈયારી
- સંભવિત મિનિસ્ટર્સનો ફોન આવવાના શરૂ
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત (Gujarat)માં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની આખી સરકાર બદલી છે. પહેલા વિજય રૂપાણીને હટાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા અને હાલ સમગ્ર પ્રધાન મંડળમાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે.
ગુજરાતનું નવા પ્રધાન મંડળના સંભવીત ચહેરા
ગુજરાતનું નવું પ્રધાન મંડળ ગુરુવારે બપોરે શપથ લેશે, તે પહેલા જ ધારાસભ્યોને ફોન કોલ શરૂ થઈ ગયા છે. જેમની પાસે ફોન પહોંચી રહ્યો છે, તેઓ પ્રધાન બનવાના પ્રબળ દાવેદાર છે. કોના સુધી ફોન પહોંચ્યો છે અને કોણ પ્રધાન બની શકે છે, એક નજર નાખો .
- પટીદાર - 8
- ક્ષત્રિય -2
- OBC -6
- SC-2
- ST -3
- જૈન-1