- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ બેઠક યોજાશે
- બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર અંગે કરાવામાં આવશે ચર્ચા
- ધોરણ 6થી 8ના વર્ગખડોનું ઓફલાઇન ભણતર શરૂ કરવા મુદ્દે પણ નિર્ણય
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં તબક્કાવાર ધોરણ 9થી 12ના તમામ વર્ગો શરૂ કરી દેવાયા છે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે કોરોનાની બીજી લહેર થમી ગઈ છે. કોરોનાની લહેર થમતા હવે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટો આપવામાં આવી રહી છે. કોલેજો શરૂ કર્યા બાદ રાજ્યમાં તબક્કા વાર ધોરણ 9થી 12ના તમામ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે હવે રાજ્યમાં સરકારે 6થી 8 ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વડાપ્રધાન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ
શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન મોદી પાટનગરમાં મહાત્મા મંદિરથી રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે ઘડાયેલા રૂપિયા 8 હજાર કરોડનો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી શાળાના ધો. 1થી 8ની 15 હજાર પ્રાથમિક શાળાઓ, 4 હજાર ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ 1 હજાર સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવરી લેવામાં આવશે. જે પૈકી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સહિતની તાલુકાદીઠ કુલ 250 સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ પાયલોટ પ્રોજેક્ટ તરીકે વડાપ્રધાનના હસ્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા ખુલ્લી મુકાશે.