ગુજરાત

gujarat

ETV Bharat / state

CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, 100 દિવસના એક્શન પ્લાન પર થશે ચર્ચા - Home Department of Gujarat

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ( CM Bhupendra Patel) આજે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે. આ બેઠકમાં 100 દિવસના એક્શન પ્લાન પર ચર્ચા થશે. સાથે જ મહત્વના કાર્યો અને મુદ્દા પર પણ ચર્ચાવિચારણા કરવામાં આવશે.

CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, 100 દિવસના એક્શન પ્લાન પર થશે ચર્ચા
CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, 100 દિવસના એક્શન પ્લાન પર થશે ચર્ચા

By

Published : Dec 22, 2022, 8:22 AM IST

ગાંધીનગરરાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે (ગુરૂવારે) કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનોને ખાતાની ફાળવણી કર્યા બાદ આ પ્રથમ કેબિનેટ બેઠક છે. ત્યારે આવનારા દિવસોમાં મુખ્યપ્રધાન કયા કાર્યો કરશે તે બાબતના એક્શન પ્લાન ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.

તમામ પ્રધાનોને 100 દિવસનું આયોજન કર્યુંમુખ્યપ્રધાનભુપેન્દ્ર પટેલની સરકારની (Government of Gujarat) પ્રથમ કેબિનેટ બેઠકમાં ખાતાની (Gujarat Cabinet Meeting) ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને આવનારા 100 દિવસ કઈ રીતે કામ કરશો અને કયા મહત્વ કામ કરવામાં આવશે તે બાબતની જવાબદારી સોંપી હતી અને તેના રિપોર્ટ તૈયાર કરવાની સૂચના પણ આપી હતી. તો હવે ખાતા ફાળવણી બાદની પ્રથમ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) તમામ પ્રધાનો 100 દિવસના કામનું આયોજનનો અહેવાલ પણ રજૂ કરશે અને મહત્વ ના કામોને અલગ ફાળવીને રાજ્ય સરકાર 100 દિવસનો એક્શન પ્લાન પર કામ કરશે.

કોરોના અંગે ચર્ચાસમગ્ર વિશ્વના 10થી વધુ દેશમાં કોનાના નવા વેરીએન્ટે (Corona Cases in Gujarat) હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યના આરોગ્ય સચિવને પત્ર લખીને એલર્ટ કરી દીધા છે. ત્યારે બુધવારે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની (Rishikesh Patel Health Minister) અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાઈ હતી ત્યારે આવનારા દિવસોમાં આરોગ્ય વિભાગ (Health Department Gujarat) કઈ રીતનું કામ કરી રહ્યું છે અને જો કોરોના નવું સંક્રમણ ગુજરાતમાં આવે તો તેને કઈ રીતે અટકાવી શકાય તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

નીતિ વિષયક નિર્ણયો બાબતે ચર્ચાગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષે ઈમ્પેક્ટ બીલ સુધારા મુદ્દે અનેક ટિપ્પણીઓ અને સરકારને સૂચનો કર્યા હતા. ત્યારે કેબિનેટ બેઠકમાં ઈમ્પેક્ટ ફીને લગતા નીતિવિષય કે નિર્ણય અને અન્ય વિભાગો ને લગતા નીતિવિષયક નિર્ણય બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

ગૃહ વિભાગની વિશેષ ચર્ચાભાજપની નવી સરકારમાં સામાન્ય પ્રજા પોલીસના કામથી પીડાય નહીં અને લોકોને પોલીસની હેરાનગતિ ઓછી થાય તે બાબતની પણ પ્રથમ કેબિનેટમાં (Gujarat Cabinet Meeting) વિશેષ ચર્ચા કરવામાં આવશેય થોડા દિવસ અગાઉ અમદાવાદ ગ્રામ્ય અધિક્ષકની કચેરીએ અચાનક મુલાકાત કરી હતી. ત્યારે તે દરમિયાન મુખ્યપ્રધાને પોલીસ વધુમાં વધુ લોકોની મદદ કરે અને લોકોને ખોટા હેરાનગતિ કરે નહીં તે બાબતના પણ સૂચનો કર્યા હતા. ત્યારે હવે ગૃહ વિભાગ (Home Department of Gujarat) દ્વારા તમામ જિલ્લાઓને આ સૂચના અપાઈ શકે તેમ છે અને આ બાબતની વિશેષ ચર્ચા કેબિનેટ બેઠકમાં થઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details