ગુજરાત

gujarat

ETV Bharat / state

New GIDC in Gujarat : વિરોધ બાદ પણ 13 જિલ્લા નવી GIDC બનશે, રોજગારીનું થશે નિર્માણ - Gujarat Cabinet seat new GIDC

કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે 13 જિલ્લામાં નવી GIDC શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, વિધાનસભા ગૃહમાં નવી GIDC બાબતે અનેકવાર વિરોધ થયો હતો. ત્યારે હવે સરકારે GIDC સ્થાપીને નવી રોજગારીનું નિર્માણ માટે પગલું ભર્યું છે.

New GIDC in Gujarat : વિરોધ બાદ પણ 13 જિલ્લા નવી GIDC બનશે, રોજગારીનું થશે નિર્માણ
New GIDC in Gujarat : વિરોધ બાદ પણ 13 જિલ્લા નવી GIDC બનશે, રોજગારીનું થશે નિર્માણ

By

Published : May 17, 2023, 9:55 PM IST

ગાંધીનગર : નવી રોજગારીનું નિર્માણ થાય અને રાજ્ય સરકારની આવકમાં વધારો થાય તે પ્રમાણે સરકાર વિચારણા સામે આવી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ બેઠકમાં મોટા નિર્ણયની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે રોજગારીનું નિર્માણ અને રાજ્ય સરકારની આવકમાં વધારો થાય તેને ધ્યાનમાં લઈને 13 જિલ્લામાં નવી GIDC શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ માટે નવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે પ્રાથમિક શક્યતા દર્શિત તપાસ અહેવાલ મેળવીને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હોવાનું પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં અનેક વખત થયો વિરોધ :ભૂતકાળની વાત કરવામાં આવે તો, રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ તમામ જિલ્લાઓમાં GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં નવી GIDC બાબતે પણ વિરોધ થયો હતો, ત્યારે આજની કેબિનેટ બેઠકમાં રાજકોટ, મહેસાણા, મહિસાગર, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ગાંધીનગર, ખેડા, અમરેલી, આણંદ, અને જૂનાગઢ જિલ્લાના 21 તાલુકાઓમાં GIDC સ્થાપવામાં આવશે.

સરકારે સર્વે શરૂ કર્યો :પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જિલ્લામાં રોજગારી પ્રાપ્ત થાય તે માટે રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમના નિયામક મંડળ દ્વારા રાજ્યના 13 જિલ્લાઓમાં નવી GIDC સ્થાપવા માટે જમીનની એક જથ્થો ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો અને કૃષિ ઉત્પાદન વગેરેના પ્રાથમિક શક્યતા દર્શી તપાસ અહેવાલ એટલે કે પ્રિ-ફિઝિબિલિટી એસેસમેન્ટ રિપોર્ટ મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details