ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cabinet meeting: ગુજરાત સરકાર બનાવશે વિકાસનો રોડ મેપ, 2033 સુધીનું ભરતી કેલેન્ડર તૈયાર થશે - 2033 સુધીનું ભરતી કેલેન્ડર તૈયાર થશે

સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીવાના પાણી, સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓની ભરતી અને પર્યાવરણ દિનની ઉજવણીને લઈને ચર્ચા કરાઈ હતી. રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી 10 વર્ષ માટેનું કેલેન્ડર તૈયાર કરવામાં આવશે.

gujarat-cabinet-meeting-gujarat-government-will-make-development-road-map-recruitment-calendar-till-2033-will-be-prepared
gujarat-cabinet-meeting-gujarat-government-will-make-development-road-map-recruitment-calendar-till-2033-will-be-prepared

By

Published : May 24, 2023, 8:08 PM IST

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાની માહિતી આપી

ગાંધીનગર:રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. ગત અઠવાડિયે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળેલ ચિંતન શિબિરમાં આરોગ્ય, શિક્ષણ, શેરીકરણ માળખાકીય વિકાસ અને સુવિધાઓ ગ્રામીણ વિકાસમાં સુવિધા બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈને કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર આગામી દિવસોનો રોડ મેપ નક્કી કરશે અને કયા સેક્ટરમાં કઈ રીતે વિકાસના કામો કરવા તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી.

પીવાના પાણીની સમીક્ષા: રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પીવાના પાણી માટે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા અને અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર પહેલેથી જ આયોજન કર્યું હતું. 72 જેટલા ડેમ પીવાના પાણી માટે આરક્ષિત કરવામાં આવ્યા છે જ્યારે આગામી દિવસોમાં રાજ્ય સરકાર 200 જેટલા બોર બનાવશે. જેથી પાણીની ફરિયાદ આવે નહીં. આ ઉપરાંત હાલમાં ભાવનગર કચ્છ રાજકોટ અમરેલી જેવા જિલ્લા અને તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ટેન્કરથી પીવાનું પાણી પાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ઉનાળો વિદાય લઈ રહ્યો છે અને ચોમાસાનું થઈ રહ્યો છે પરંતુ આ વખતે ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં શરૂઆત થશે.

ભરતી કેલેન્ડર તૈયાર કરશે:ગુજરાતમાં અનેક સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ખાલી છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારની પણ ચર્ચા અને નિર્ણય કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી 10 વર્ષ માટેનું કેલેન્ડર તૈયાર કરવામાં આવશે. જેમાં સરકારે કેલેન્ડર બનાવવાની જે તે વિભાગને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને વર્ષ 2014 થી 2023 સુધીમાં 1 લાખ ભરતી કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેની સામે 1.25 લાખ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે જ્યારે 2023 સુધીના ભરતી કેલેન્ડરમાં જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં વિભાગ પ્રમાણે બેઠક મળશે અને ખાલી જગ્યાનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંબાજીમાં:5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજ્યના પ્રધાન ઋષિકેશ પટેલ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરશે અને અંબાજી ખાતે રાજ્યકક્ષાને ઉજવણી કરવામાં આવશે. આ રાજ્યકક્ષાની ઉજવણીમાં અંબાજીમાં 10 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે ઉપરાંત આઠ પવિત્ર ધામમાં પણ કાર્યક્રમનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

  1. Gujarat Govt Mou : સરકારે ડીસીટીએલ સાથે એમઓયુ કર્યાં, પેટ્રોકેમિકલ્સ ઇન્ટરમિડીએટમાં ત્રણ પ્રોજેક્ટ માટે 5000 કરોડનું રોકાણ
  2. Gandhinagar News : 400 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત, શાહે કહ્યું હું રમકડાં ભેગા કરીશ

ABOUT THE AUTHOR

...view details