ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting)આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ સંકુલ-1માં કેબિનેટ હોલમાં કેબિનેટ બેઠક મળી હતી. મહત્વની વાત કરવામાં આવે તો આજની કેબિનેટ બેઠકમાં ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈના પાણી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 તારીખે ગુજરાતના (PM Modi visit to Gujarat)પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
પાણીને લગતી ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર -રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પાણીના મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના પ્રધાન જીતુ વાઘાણી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પીવાના પાણી બાબતે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. સાથે જો રાજ્યમાં કોઈપણ જગ્યાએ પીવાના પાણીની ચોરી થતી હશે તો પણ એવા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે રાજ્ય સરકારે પાણી બાબતે એક ટોલ ફ્રી 1916 નંબર પણ જાહેર (Toll free number for water related complaints)કર્યો છે જેમાં કોઈ પણ પ્રકારની પાણીને લગતી ફરિયાદ કરી શકાશે.
21 ગામમાં ટેન્કર થી પીવાના પાણી સગવડ -જીતુ વાઘાણીએ કચ્છ જિલ્લામાં પીવાના પાણી બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છના 21 જેટલા ગામોમાં 36 ની મદદથી 114 ઉપેરા કરીને રોજ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. આમ કચ્છ અને બનાસકાંઠા સહિતના અનેક જગ્યા ઉપર જ્યાં પાણીની અછત છે તેવા જિલ્લાઓમાં ઓનલાઇન તાલુકાઓમાં પીવાના પાણીની કોઇ પણ પ્રકારની અછત રહે નહીં તે બાબતે પણ અધિકારીઓ એક ખાસ સુચના આપવામાં આવી છે. ઉપરાંત પાણીનો બગાડ ન થાય તે બાબતે પણ રાજ્ય સરકાર જરૂરી પગલાં લેશે અને જાહેરાતો પણ કરશે સાથે જ જો પાણીની ચોરી કરનારા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સેવા સેતુના કાર્યક્રમ યોજાયા -સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી જણાવ્યું કે રાજ્યની જનતાને 54 જેટલી સેવા ઓનલાઇન મળી રહે તે બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગત અઠવાડિયે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ પણ રાજ્યમાં રાખ્યો હતો પરંતુ VIP મોમેન્ટના લીધે જામનગર, પોરબંદર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા. ત્યારે સેવા સેતુ કાર્યક્રમ રાજ્યમાં કુલ 4,99,969 અરજીઓ અલગ અલગ વિભાગની સામે આવી હતી જેમાં 4,99,914 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે જે 4 જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો તે આવનારા દિવસમાં યોજવામાં આવશે.
12 વર્ષ જૂનો ઓવરબ્રિજ પૂર્ણ -ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. જેમાં છેલ્લા 12 વર્ષથી ભુજથી ભચાવ સુધીનો ઓવરબ્રિજ સુધીનું ચાલી રહ્યું છે એ બાબતે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જમીન સંપાદન ટેકનિકલ કારણો અને કોર્ટ મેટરના કારણે છેલ્લા 12 વર્ષથી ઓવર બ્રીજનું કામ પૂર્ણ થતું ન હતું. પરંતુ તે કામ હવે 108 કરોડના ખર્ચે વીજ તૈયાર કરવામાં આવ્યો છે. જે આવનારા દિવસમાં લોકાર્પણ કરવામાં આવશે, સાથે જ મધ્ય ઝોન સૌરાષ્ટ્રને જોડતા તારાપુર તારાપુર માર્ગનું કામકાજ પણ શરૂ કરવામાં આવશે. જેમાં એક કલાકમાં 100 કિલોમીટર જેટલું અંતર કાપી શકાશે ઉલ્લેખનીય છે કે ફેસ 1નું કામ હવે પૂર્ણ થયું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફેજ 1નું લોકાર્પણ ટૂંક સમયમાં થશે.