ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cabinet Meeting : ધોરણ 1 પ્રવેશ બાબતે ચર્ચા, G20 સમીટ બાબતે થશે આયોજન - Gujarat Budget 2023

સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel )ના વડપણમાં બુધવારે ગુજરાત કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting ) આયોજિત થશે. સવારે 10 કલાકે શરુ થનારી આ કેબિનેટ બેઠકમાં મુદ્દાઓની વાત કરીએ તો ગુજરાતની શાળાઓમાં ધોરણ 1માં બાળકોને પ્રવેશ (Discussion on class 1 admission) મેળવવા માટેની વયમર્યાદા અંગે ચર્ચા યોજાશે. આ સાથે જી20 સમિટ 2023 ગુજરાત (G20 Summit 2023 Gujarat )ની પ્રારંભિક બેઠકોની તૈયારીઓની સમીક્ષા (CMO Gujarat) પણ થશે.

Gujarat Cabinet Meeting : ધોરણ 1 પ્રવેશ બાબતે ચર્ચા, G20 સમીટ બાબતે થશે આયોજન
Gujarat Cabinet Meeting : ધોરણ 1 પ્રવેશ બાબતે ચર્ચા, G20 સમીટ બાબતે થશે આયોજન

By

Published : Jan 17, 2023, 6:59 PM IST

ગાંધીનગર ગુજરાત સરકાર દર અઠવાડિયાના બુધવારના દિવસે કેબિનેટ બેઠકનું આયોજન કરે છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 18 જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં મુદ્દાની વાત કરવામાં આવે તો ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની વય મર્યાદા બાબતે મહત્વની ચર્ચા કરવામાં આવશે સાથે જ G20 સમિટની પ્રારંભિક બેઠકોની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે.

ધોરણ 1માં પ્રવેશ બાબતે ચર્ચા કેન્દ્રીય શિક્ષણ નીતિ અનુસાર જે બાળકના છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકને જ ધોરણ એકમાં પ્રવેશ આપવાનો નિયમ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે ગુજરાતમાં વર્ષ 2023માં આ નિયમ લાગુ થવાનો છે. જેને લઈને કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખની એ છે કે નવું શૈક્ષણિક વર્ષ હવે જૂન 2023માં શરૂ થશે. ત્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ રાજ્ય સરકાર મહત્વના નિર્ણયો બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને નિર્ણય જાહેર કરશે.

આ પણ વાંચો લો બોલો, કેબિનેટ પ્રધાનના વિસ્તારમાં તંત્ર પાસે વિજ બિલ ભરવા પૈસા જ નથી, હવે કંપની કાપશે વિજ કનેક્શન

G20 સમીટ બાબતે ચર્ચા કેન્દ્ર સરકાર દ્વારા G20 સિમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી દરમિયાન G20ની ઇન્સ્પેક્શન ની બેઠકો યોજાશે જેમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ તથા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભારતના શેરપા અમિતાભ કાન્ત 23 જાન્યુઆરીએ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે ત્યારે તેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે આમ ગુજરાતમાં કુલ 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સ્પેક્શન મીટીંગ છે જે ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી સુધી યોજાશે.

નવી ભરતી બાબતે ચર્ચા રાજ્ય સરકારની બીજી કેબિનેટમાં જ રાજ્યના અનેક વિભાગોમાં ખાલી પડી રહેલ જગ્યા બાબતે તમામ વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ત્યારે નવી ભરતી ની પ્રક્રિયા કઈ રીતે શરૂ કરવી અને પ્રથમ તબક્કામાં કેટલા યુવકોને રોજગારી આપવી તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. આમ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં સરકારી ભરતીની જાહેરાત પણ કરી શકે છે.

આ પણ વાંચો રાજ્યમાં પાણીના સ્તર સુધારવા ચેકડેમનું સમારકામ, પાણીની ઘટ ન થાય એવું આયોજન

બજેટ બાબતની ચર્ચા ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં વર્ષ 2023 24નું નાણાકીય બજેટ રજૂ કરવા જઈ રહી છે અને તે બાબતની તમામ વિભાગો સાથે ચર્ચા પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે હજુ પણ અન્ય વિભાગો કે જેમાં જૂની બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે પ્રોજેક્ટ શરૂ થયા નથી, અથવા તો પ્રગતિ હેઠળ છે તેવા પ્રોજેક્ટને બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જે પ્રોજેક્ટ પ્રજાલક્ષી હશે તેનું તાત્કાલિક ધોરણે અમલીકરણ થાય તે બાબતની પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જ્યારે આવનારા દિવસોમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાણાંપ્રધાન કનુ દેસાઈ સાથે બજેટલક્ષી અંતિમ બેઠક યોજાશે.

ABOUT THE AUTHOR

...view details