ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cabinet Meeting: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને કેબિનેટ બેઠક યોજાશે - Modi and Shah Gujarat Visit

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે સવારે 08:00 કેબિનેટ બેઠકનું આયોજન (Gujarat Cabinet Meeting)કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલના દિવસે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 એપ્રિલના દિવસે ગુજરાતમાં આવી રહ્યા છે. તેમના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ ટૂંક સમયમાં લાવવા માટે સરકારે આયોજન કરશે.

Gujarat Cabinet Meeting: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને કેબિનેટ બેઠક યોજાશે
Gujarat Cabinet Meeting: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને કેબિનેટ બેઠક યોજાશે

By

Published : Mar 30, 2022, 8:56 PM IST

ગાંધીનગર: રાજ્યનામુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel )અધ્યક્ષતામાં ગુરુવારે સવારે 08:00 કેબિનેટ બેઠકનું આયોજન (Cabinet meeting Bhupendra Patel)કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી( Prime Minister Narendra Modi)21 એપ્રિલના દિવસે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah)10 એપ્રિલના દિવસે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તેમના વિધિવત કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

પ્રજલક્ષી યોજનાઓ પહેલા પ્રાયોરિટી -વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022)ગણતરીના મહિના બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીના માહોલમાં આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીલક્ષી મહત્વના નિર્ણય કરવામાં (Gujarat Cabinet Meeting)આવશે અને કેબિનેટ બેઠકમાં પ્રજાલક્ષી મહત્વની જાહેરાતો બાબતે પણ ખાસ ચર્ચા અને આયોજન કરવામાં આવશે. સાથે જ આ તમામ યોજનાઓ વહેલી તકે ઉપર આવે તે બાબતનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરાશે.

આ પણ વાંચોઃBJP On Naresh Patel : જે પોતે સક્ષમ ના હોય તે બીજાને હાયર કરે : જીતુ વાઘાણી

ગૃહમાં મહત્વના પ્રશ્નો બાબતે ચર્ચા -વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અનેક મહત્વના મુદ્દાઓ સરકાર સમક્ષ કટાક્ષ કરવામાં આવ્યો છે અને પડતર પ્રશ્નો પણ સરકારને વિધાનસભાગૃહમાં જે કહેવામાં આવે છે. આ તમામ પ્રશ્નો બાબતે પણ કેબિનેટ બેઠકમાં વિભાગ વાત ચર્ચા થઇ શકે છે અને આ તમામ પ્રશ્નો કે જે પ્રજાલક્ષી છે તે તમામ પ્રશ્નોના નિરાકરણ પણ ટૂંક સમયમાં લાવવા માટે સરકારે આયોજન કરશે.

પ્રજાની ફરિયાદો નિવારણ થશે -ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના પક્ષના ધારાસભ્યો દ્વારા અનેક રજુઆત કરવામાં આવી છે જ્યારે હવે 1 એપ્રિલથી સચિવાલય ફરીથી ધમધમતી થશે અને મુલાકાતીઓ મંત્રીઓ તથા ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈને સચિવાલયમાં પાસે જ વાત કરશે ત્યારે મહત્વના હોય તેવા તમામ પ્રશ્નોનો નિરાકરણ થાય તેવી સૂચના પણ કેબિનેટ બેઠકમાં આપવામાં આવશે જેથી વિધાનસભાની ચૂંટણીમાં તેની કોઈ વિપરીત અસર પડે નહીં.

આ પણ વાંચોઃGujarat Assembly 2022: વિધાનસભામાં જાહેર સલામતી અમલીકરણ વિધેયક પસાર, ધાનાણીએ કહ્યું- પ્રેમી પંખીડાઓનું હવે શું થશે?

ABOUT THE AUTHOR

...view details