ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget Session: સંસદીય વિભાગમાં વર્ગ 1 ના 5 અધિકારીઓ એક્સટેનશનમાં, સરકારે મોટી ચોખવટ કરી

ગુજરાત વિધાનસભાનું સત્ર બોલાવવાથી લઈને સત્ર પુર્ણ થાય ત્યાં સુધીનું તમામ સંસદીય બાબતો અંગેનું કામકાજ એ વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં થાય છે. ત્યારે આ વિભાગમાં જ વર્ગ એકના પાંચ અધિકારીઓ ભય નિવૃત્ત થયા તો પણ કરાર આધારિત નિમણૂક આપીને તેઓએ નોકરી ચાલુ રાખી છે.

વિધાનસભા
વિધાનસભા

By

Published : Mar 20, 2023, 8:10 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું ત્યાંથી લઈને સત્ર સમાપ્તિ સુધીનું તમામ સંસદીય બાબતો અંગેનું કામકાજ એ વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં થાય છે. આ ઉપરાંત સરકારને અમુક યોગ્ય ઉમેદવારો પ્રાપ્ત ન થતા હોવાથી પણ આ સંખ્યા ખાલી હોવાનું સરકારે લેખિતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો:Sabarmati Pollution: સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે 39 કંપનીને ક્લોઝર નોટિસ, વિધાનસભામાં ગાજ્યો મુદ્દો

કાર્યની ઉંમર પુર્ણ છતા કાર્યરત: ગુજરાત વિધાનસભામાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કરેલા પ્રશ્નના જવાબમાં 62 વર્ષથી વધુ વર્ષના કર્મચારીઓ અને અધિકારીઓ 31થી 2022ની પરિસ્થિતિએ પણ તેઓ કાર્યરત રહ્યા છે. જેમાં સંસદીય સચિવ જે ક્લાસ એકમાં છે તેઓની ઉંમર 67 વર્ષ સચિવ વૈધાનિક કે જે 63 વર્ષ સંયુક્ત સચિવ કે જે 66 વર્ષ અને નાયબ સચિવ કે જે 71 વર્ષે થયા હોવા છતાં પણ ગુજરાત સરકારના કોન્ટ્રાક્ટ પર કાર્યરત છે. જ્યારે આ તમામ કર્મચારીઓના વિભાગમાં કાયદાકીય નિયમો, અધિનિયમ હુકમો વગેરેની કાયદાકીય ચકાસણી ઉપરાંત વિધાનસભાનું સત્ર બોલાવવાથી માંડીને સત્ર સમાપ્તિ સુધીનું તમામ સંસદીય બાબતો અંગેનું કામકાજ પણ કરવામાં આવે છે.

ક્યા વર્ગમાં કેટલી જગ્યાઓ ખાલી:ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વીજાપુરના ધારાસભ્ય શ્રીજી ચાવડાએ સરકારી પોલિટેકનિક કોલેજમાં ખાલી જગ્યા બાબત નો પ્રશ્ન કર્યો હતો. જેમાં ક્લાસ એક થી ચારમાં કુલ અલગ-અલગ 1389 જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ 1માં 84, વર્ગ-2 માં 182, વર્ગ 3માં 720 અને વર્ગ 4માં 403 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:Wages of Workers: શ્રમિકોના વેતનમાં પહેલી વાર 25 ટકાનો વધારો, સરકારની નવી જાહેરાત

ડોક્ટર વગરની હોસ્પિટલ જેવી સ્થિતિ: ગુજરાતમાં અનેક સમયે મેલેરિયાના રોગ ફાટી નીકળે છે, ત્યારે મેલેરિયાને કાબુમાં રાખવા અને તેના માટે પગલા લેવા માટે તમામ સરકારી જનરલ હોસ્પિટલમાં અને જિલ્લામાં મેલેરિયા અધિકારીઓની જગ્યાઓ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. તેમાં 33 જગ્યાઓ મંજૂર કરાય છે પરંતુ તે પૈકી 28 જગ્યાઓ ખાલી છે અને ફક્ત 6 જ જગ્યાઓ ભરાયું હોવાનું વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. આમ રાજ્યમાં ડોક્ટર વગરની હોસ્પિટલ હોય તેના જેવી જ હાલત મેલેરિયા વિભાગની હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details