ગાંધીનગર: જેલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં મળી આવેલા મોબાઈલ બાદ જેલની સુરક્ષા ટેકનોલોજીના સ્તરથી વધારવા માટે સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જેલમાં શક્તિશાળી જામર ફીટ કરવામાં આવશે. જે 5g ટેકનોલોજી પર આધારિત હશે. મળી આવેલ પ્રતિબંધિત વસ્તુઓ પાછળ જવાબદાર કોણ એ અંગે તપાસ કરીને જે તે કર્મચારી તેમજ અધિકારીઓ સામે પગલાં લેવાશે.બાબતે જેતે શહેર અથવા તો જિલ્લાના SOG PI ને તપાસ સોંપવામાં આવી છે.
કેમ જરૂર પડી 5Gજામર ઇન્સ્ટોલ કરવાની ?રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહમાં વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની 17 જેલમાં રેડ દરમિયાન અનેક જેલમાંથી કુલ 16 જેટલા મોબાઇલ ચેકીંગમાં પકડવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતની જેલમાં હાલના સમયમાં 2g ટેકનોલોજી નું જામર ઇન્સ્ટોલ થયેલ છે. પરંતુ જેલની આસપાસ રેસીડેન્સીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં 5g ટાવર હોવાના કારણે ટુ જી ટેકનોલોજીનું સામત બરાબર કાર્યરત રહેતું નથી. જેથી ટેકનોલોજી સાથે ગુજરાતની જેલમાં 5g જામર લગાવવામાં આવશે. જેથી જલ્દી અંદર કોઈપણ પ્રકારનો મોબાઇલ નેટવર્ક પકડાઈ શકે નહીં. આમ આવનારા દિવસોમાં તમામ જામર 5g જામર ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવશે. ઉલ્લેખની છે કે સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઇલ 10 ઇલેક્ટ્રીક ચીજ વસ્તુઓ અને 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો Gujarat Assembly: રાહુલ ગાંધીના મામલાને લઈ કોંગ્રેસના MLAs કાળા કપડામાં ગૃહમાં આવ્યા, તમામ સસ્પેન્ડ
જેલ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી:વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ આપેલા જવાબ પ્રમાણે 17 જેલમાં રેડ પડવામાં આવી હતી. જે પૈકી 10 જેલોમાં ધુમ્રપાન જેવી વસ્તુઓ મળેલ છે. આ 10 પૈકી પાંચ જીલ્લોમાં ધૂમ્રપાન સાથે ઘાતક વસ્તુઓ તથા પાંચ જેલો પૈકી એક જેલમાં રસોઈના સાધનો અને એ જ જન્મમાં એક પેન ડ્રાઈવ પર મળી આવેલ હતી. ત્યારે આવા પ્રકરણમાં જવાબદાર અધિકારી અને કર્મચારી સામે તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા સંબંધિત જેલ અધિક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે. આવા અધિકારી કર્મચારી વિરુદ્ધ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે 17 જેલ પૈકી પાંચ જેલમાં કોઈ જ પ્રકારની પ્રતિબંધિત ચીજ વસ્તુ મળી આવી ન હતી. જ્યારે જે પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી છે. તે બાબતે જેતે શહેર અથવા તો જિલ્લાના SOG PI ને તપાસ સોંપવામાં આવી છે.
ગુજરાતની જેલમાં 16,000 કેદીઓ:ગુજરાત વિધાનસભા ગૃહમાં 116 ની નોટિસ દરમિયાન રાજ્ય સરકારના રાજ્યગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ જેલમાં કુલ 16,000 જેટલક કેદીઓ હાલમાં જેલમાં બંધ છે. જ્યારે 17 જિલ્લાની જેલમાં પાડવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં ફક્ત સિસ્ટમ ચેક કરવાની રેડ પાડવામાં આવી હતી.
આ પણ વાંચો Gandhinagar Cricket Match : ધારાસભ્યોનો ક્રિકેટ મેચ, CM એ બેટિંગ કરી મહિલાઓને જવાબદારી સોંપી
રેન્જ આઈજી અને પોલીસ કમિશ્નરને સૂચના:રાજ્યકક્ષાના વિધાનસભા ગ્રુહમાં નિવેદન આપ્યું હતું કે આ બાબતે કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સુચનાથી તમામ રેન્જ આઇ.જી અને પોલીસ કમિશ્નરને 5 એસપી કક્ષાના અધિકારીઓ અને 100 જેટલા કોન્સ્ટેબલ કે જેઓને બોડીવોન કેમેરાથી સજ્જ રાખવાની સૂચના આપવામાં આવી હતી. તમામ લોકો એક જિલ્લાના મુખ્ય કાર્યાલયમાં એકઠાં થવાની સૂચના આપી હતી ત્યારબાદ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગની સૂચના ત્યારે જ આપવામાં આવી હતી. જેનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાત્રે ના 3 વાગ્યા સુધી સીએમ ડેશબોર્ડ ખાતેથી અને DGP ઓફિસ ખાતેથી રેડનું લાઈવ મોનીટરીંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન જેલની અંદર કેદીઓને પૂરતી પ્રકારની સુવિધા મળે છે કે નહીં તે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.