ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2020 ના દિવસે અમદાવાદના સાબરમતી અમદાવાદ કેબડીયા વચ્ચે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી. શરૂઆતના દિવસોમાં સી પ્લેનમાં લોકોની અવરજવર પણ જોવા મળી હતી. પરંતુ અચાનક જ સી પ્લેનની સેવા બંધ થઈ. કયા કારણે બંધ થઈ તેનું હજુ સુધી સ્પષ્ટ કારણ રાજ્ય સરકારે આપ્યું ન હતું. પરંતુ આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા બાબતે રાજ્ય સરકારે એવું કારણ આપ્યું કે સેવા હજુ સુધી ચાલુ થઈ નથી, ક્યારે શરૂ થશે તે તારીખ જાહેર કરી નથી.
સરકારે ફક્ત 5 મહિના 10 દિવસ સેવા કાર્યરત રાખી : ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું કે 31 ઓક્ટોબર 2020 ના રોજ આ સેવા શરૂ કરવામાં આવી હતી અને આ સેવા પાછળ કુલ 13,15,06,737 નો ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં આ સેવા કાર્યરત નથી અને કાર્યરત ન હોવાનું કારણ પણ રાજ્ય સરકારે આપ્યું છે. જેમાં રજિસ્ટ્રેશનનું એરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેન્ટેનન્સમાં ઉદ્ભવતી મુશ્કેલીઓ તેમજ ઓપરેટરને ઓપરેટિંગ કોસ્ટ ઉંચી જતી હોવાના નાણાકીય કારણોસર સી પ્લેન સેવા 10 એપ્રિલ 2021થી જ બંધ કરી દેવામાં આવી છે.
એરક્રાફટ સર્વિસમાં ગયું હોવાનું કારણ શરૂઆતના તબક્કામાં જ્યારે આ સેવા બંધ કરાઇ ત્યારે ક્યારેક એરક્રાફ્ટ સર્વિસ માટે મલેશિયા અથવા તો સિંગાપુર ગયું હોવાની વાત સામે આવી હતી અને સર્વિસમાં ગયા બાદ એરક્રાફ્ટ અમદાવાદમાં પાછું આવ્યું જ નથી. ત્યારે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અમદાવાદથી કેવડિયા ટ્રેન સેવા કેમ બંધ થઈ તે બાબતનો સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. જ્યારે આ સેવા પૂર્ણ કાર્યરત કરવાનું આયોજન છે કે કેમ તે બાબતે પણ રાજ્ય સરકારે હકારાત્મક જવાબ આપ્યો છે પરંતુ ક્યારે આ સેવા ફરીથી શરૂ થશે તે બાબતે કોઈ જ સ્પષ્ટતા કરી ન હતી.
આ પણ વાંચો PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોકો માટે બની ગયા 'ડ્રીમ', સી પ્લેન ને દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ બંધ
પોરબંદર રનવે એક્સ્ટેનશન બાબતે સરકારે કેન્દ્ર સરકાર પર ઢોળ્યું: કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પોરબંદર એરપોર્ટના એક્સટેન્શન બાબતનો સવાલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે આ કામગીરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા કરવામાં આવતી હોવાથી માહિતી આપવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી.
માહિતી આપવામાં આવેલ ન હોવાનો આક્ષેપ તેમાં અર્જુન મોઢવાડિયા વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 13 જૂન 2008ના રાજ્યના મુખ્ય સચિવને એક્સટેન્શન માટે જમીન ફાળવવા માટે પત્ર લખ્યો હતો. રન વેના એક્સટેન્શન અને વિકાસ માટે વિનામૂલ્ય જમીન ફાળવવાની સૂચના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોરબંદર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન વખતે એક્સટેન્શન માટે જમીનની ફાળવણીની દરખાસ્ત ગુજરાતમાં રજૂ કરવા માટેની સૂચના આપી હતી. આમ જમીન ફાળવવાનું કામ રાજ્ય સરકારનું છે તેમ છતાં પણ માહિતી આપવામાં આવેલ ન હોવાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો.
વારંવાર સી પ્લેનફરી શરુ કરવાના વચનો અપાયાં 13 જાન્યુઆરી 2022ના રોજ તત્કાલીન ઉડ્ડયનપ્રધાન પૂર્ણેશ મોદીએ સ્વીકાર કર્યો હતો કે અમદાવાદથી કેવડીયા સુધીનો સી પ્લેન પ્રોજેક્ટ છેલ્લા 8 મહિનાથી બંધ છે. કોરોનાકાળ માં પેસેન્જરો ન મળતા અને સી-પ્લેનનો મેઇન્ટેનન્સ અને ઓપરેટિંગ ખર્ચ વધુ હોવાથી પ્રાઇવેટ કંપનીને તે પોસાતું નહોતું તેથી સેવા બંધ કરવામાં આવી છે પણ બાદમાં સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવશે તેવું કહ્યું હતું. તેમણે અમદાવાદ શહેર માટે 'જોય રાઈડ' નામથી હેલિકોપ્ટર સેવા શરૂ કરી હતી. તે પ્રસંગે પણ તેમણે જણાવ્યું હતું કે, સી-પ્લેન સેવાઓ ફરી શરૂ થશે અને ગુજસેલ બંનેએ સી-પ્લેન શરૂ કરવાની તૈયારીઓ આરંભી ટેન્ડર પ્રક્રિયા કરી છે.
આ પણ વાંચો કેવડિયા-અમદાવાદ સી-પ્લેન પૂર્વવત ક્યારે શરુ થશે? પ્રજા પૂછે છે!
સી પ્લેનના છ રુટ શરુ કરવાની વાતો થઇનવેમ્બર 2021માં કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન સાથે બેઠકમાં પણ સી પ્લેન સર્વિસ મુદ્દે ગુજરાત સરકારના પ્રધાન પૂર્ણેશ મોદીએ ચર્ચા કરી હતી. ત્યારે રાજ્યમાં સી પ્લેન સેવાઓના વિસ્તરણની યોજનાઓ બતાવવામાં આવી હતી. જેમાં રાજ્યમાં 6 સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાલીતાણા શેત્રુંજય ડેમ સાપુતારા લેક મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમ પરથી પણ સી પ્લેન ઉડાડવાના પ્રોજેક્ટોની વાતો થઇ હતી.
પીએમ મોદીનો સી પ્લેન ડ્રીમ પ્રોજેક્ટ હવાઇ ગયોવડાપ્રધાન નરેન્દ્ર મોદીનાડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગણતરીના મહિનામાં જ આકાશમાં ઉડવાની વાત અદ્ધરતાલ થઇ ગઇ હતી એટલે કે આ સેવા અચાનક જ બંધ થઈ ગઈ હતી.એ સમયે અમદાવાદ સી પ્લેન ચલાવવાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવાનું સરકાર દ્વારા જણાવ્યું હુતં. તે બાદ કોરોનાકાળને આગળ કરવામાં આવ્યો હતો.કોરોનાકાળ બાદ પૃચ્છાઓ થતાં સરકારે જણાવ્યે રાખ્યું હતું કે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવશે અને સી પ્લેન ફરી શરુ કરવામાં આવશે.સી પ્લેન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં શરૂ કરાવ્યો હતો. પીએમ મોદીએ અમદાવાદથી કેવડીયા સુધી તેમાં મુસાફરી પણ કરી હતી. છેવટે હવે સરકારે સત્તાવાર સ્વીકાર કરીને સી પ્લેન સર્વિસનો અંત આણી દીધો છે.