ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget session 2023 : ગૃહની કામગીરીમાં સામે આવી એફએસએલ કામગીરી, ફાયર આર્મ્સ અને સ્યૂસાઇડના કેસોના ઉકેલમાં મોટી ભૂમિકા

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર 2023ની આજની કાર્યવાહીમાં એફએસએલને લગતી મહત્ત્વની જાણકારી સામે આવી છે. ગુજરાત જ નહીં દેશભરમાં અને ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરના કેસોમાં પણ ગુનાના પુરાવાઓ સ્પષ્ટ કરી આપવામાં અનેક પ્રકારે ગાંધીનગર એફએસએલની સરાહનીય કામગીરી જોવા મળી છે.

Gujarat Budget session 2023 : ગૃહની કામગીરીમાં સામે આવી એફએસએલ કામગીરી, ફાયર આર્મ્સ અને સ્યૂસાઇડના કેસોના ઉકેલમાં મોટી ભૂમિકા
Gujarat Budget session 2023 : ગૃહની કામગીરીમાં સામે આવી એફએસએલ કામગીરી, ફાયર આર્મ્સ અને સ્યૂસાઇડના કેસોના ઉકેલમાં મોટી ભૂમિકા

By

Published : Mar 3, 2023, 6:15 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે પ્રશ્નોત્તરીમાં FSL ના કામગીરી માટેના પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ FSL ની કામગીરી બાબતે ગૃહમાં જણાવ્યું હતું કે FSL નો ગુજરાત જ નહીં પણ દેશના મહત્વના કેસોની કડી ઉકેલવામાં અગ્રેસર રોલ રહ્યો છે. કિશન ભરવાડની હત્યાનો કેસ બાબતે પણ એફએસએલમાં તપાસ કરવામાં આવી હતી અને તે કેસમાં પણ ડે ટુડે અત્યારે કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને ટૂંક સમયમાં જ અપરાધીઓને કડક સજા મળશે.

ફાયર આર્મ્સના કેસોની તપાસ કરાઈ :ગુજરાત વિધાનસભામાં દસક્રોઈ ધારાસભ્ય બાબુભાઈ પટેલે એફએસએલ દ્વારા ફાયર આર્મ્સને લગતા કેસોનું પૃથક્કરણ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ફાયરને લગતા કુલ 1522 જેટલા કેસોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. જ્યારે બાયોડિઝલના 616 કેસોનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 2355 સાયબર ક્રાઇમ કેસ, 3659 DNA કેસોની તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો Budget 2023 : ગુજરાત સરકારના બજેટમાં ચાર મહત્વના દસ્તાવેજો રજૂ ન કર્યાનો આક્ષેપ

સ્યૂસાઇડ કેસોમાં એફએસએલ તપાસ :આ ઉપરાંત સ્યૂસાઇડ કેસને લગતા પ્રશ્ન રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાંડ દ્વારા પૂછવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 874 જેટલા સુસાઇડ કેસોનું પણ પૃથ્થકરણ કરવામાં આવ્યું છે જેમાં સુસાઇડ નોટ લખનાર વ્યક્તિના અક્ષરોને ઓળખ સ્યૂસાઇડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ મટીરીયલ જેવા કે દુપટ્ટો સાડી કેબલ વગેરેની વજનની ક્ષમતા નક્કી કરી તેમ જ આ મટીરીયલ્સ પરના લાળ, રુધિર કે પેશીય પદાર્થોની હાજરીની ચકાસણી કરવામાં આવે છે.

આજે શુક્રવારે પ્રશ્નોત્તરીમાં FSL ના કામગીરી માટેના પ્રશ્નો કરવામાં આવ્યા હતા

એફએસએલની સજા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહમાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુનાહિત કેસોના ઉકેલ માટે ફાયર આર્મ્સ પરીક્ષણ ખૂબ જરૂરી છે. ઇજા અથવા મૃત્યુ પામેલા વ્યક્તિ પાસેથી મળી આવેલ સાધનો બુલેટ, પિસ્તોલ, દેશી કટ્ટા વગેરે આર્મ્સના પૃથ્થકરણ દ્વારા ગુનો ઉકેલવામાં મદદરૂપ થાય છે. FSL દ્વારા યોજાતા આર્મ્સ પરીક્ષણમાં પિસ્તોલ, રીવોલવર, રાઇફલ, દેશી કટ્ટાનો સમાવેશ કરાય છે.

આ પણ વાંચો Gujarat Budget Session 2023: સાડીના કારખાનાનું પાણી દરિયામાં નાંખવા મુદ્દે સરકાર ફરીથી વિચાર કરેઃ મોઢવાડિયા

વિદ્યાર્થીઓને FSLની સ્ટડી ટુર કરાવવાનું સૂચન : એફએસએલ દ્વારા પૃથ્થકરણ થકી ગુજરાત અને ગુજરાત બહારના હત્યાના અનેક કેસો ઉકેલીને ગુનેગારને સજા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરીક્ષણ અને રિસર્ચમાં રસ ધરાવતા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને FSLની સ્ટડી ટુર કરાવવા પણ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધારાસભ્યોને સૂચન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details