ગાંધીનગર: ગુજરાત સરકારે શુક્રવારે વર્ષ 2023-24 ના નાણાકીય વર્ષ માટે રૂપિયા 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટની જાહેરાત કરતાં નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડનો ખર્ચ કરશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર: ગુજરાત સરકારે મોરબી બ્રીજ દુર્ઘટનામાંથી બોઠપાઠ લઈને 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને જૂના બ્રીજને વધારે મજબુત કરવા માટે ખર્ચો કરશે. પાંચ હાઈસ્પીડ કોરિડોર તૈયાર કરવામાં આવશે. જેનાથી મહાનગર સાથેની અને પ્રવાસન સ્થળ સાથેની ક્નેક્ટિવિટી વધશે. અમદાવાદમાં બીજા તબકકાના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 18000 કરોડની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે જોગવાઈ:ઘણા નગરોમાં એરબેઝ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂપિયા 200 કરોડનું બજેટ અપાયું છે. પીએમ ગતિ શક્તિ ફંડ અંતર્ગત તેને આવરી લેવાયું છે. આ સાથે પાંચ હાઈવે તૈયાર કરાશે. સરકાર અમદાવાદ મહેસાણા-પાલનપુર વચ્ચે સિક્સ લેન તૈયાર કરશે. જેના કારણે આ ત્રણેય જિલ્લાઓને ઝડપથી વિકાસ થઈ શકશે. ગ્રામ્ય વિસ્તારમાં વધારે રસ્તાઓ તૈયાર થશે. સરખેજ હાઈવેને સિક્સ લેન કરાશે. અમદાવાદ-બગોદરા હાઈવે પણ સિક્સ લેન થઈ જશે. રૂપિયા 5 લાખ કરોડ રૂપિાય પાંચ વર્ષમાં મેટ્રો બુલેટ ટ્રેનમાં ખર્ચાશે.