- ગુજરાત બેજેટ હવે મોબાઈલ એપ્લિકેશનમાં
- નાણા વિભાગે બનાવી સ્પેશિયલ એપ્લિકેશન
- ગત 3 વર્ષના બજેટ પર જોઈ શકાશે મોબાઈલ એપ્લિકેશનમાં
- 3 માર્ચના રોજ રજૂ થશે ગુજરાત બજેટ
ગાંધીનગર : કેન્દ્ર સરકારે પેપરલેસ બજેટ રજૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરશે. જે બજેટ એક ગુજરાત બજેટ નામની મોબાઇલ એપ્લિકેશનમાં કોઈપણ વ્યક્તિ જોઇ શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા ગુજરાત બજેટ નામની એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જે ગૂગલ પ્લે સ્ટોર પરથી પ્રાપ્ત થઇ શકશે.
બજેટ એપ્લિકેશનમાં બજેટ લાઈવ નિહાળી શકાશે
અગાઉ પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત બજેટ એપ્લિકેશનથી વિધાનસભાની જે બજેટની કાર્યવાહી છે, તે લાઈવ નિહાળી શકાશે કોઈપણ વ્યક્તિ બજેટની કામગીરીને લાઈવ નિહાળી શકાશે. આ ઉપરાંત દર વર્ષે જે બજેટ તૈયાર કરવામાં આવે છે તેને ધ્યાનમાં લઈને હવે આ વર્ષે બજેટ એપ્લિકેશનના કારણે 80 ટકા જેટલી કોપી તૈયાર કરવામાં આવશે નહીં, પરંતુ ફક્ત 20 ટકા જેટલી કોપી કે જે ઓફિસના અને લાયબ્રેરીમાં રાખવામાં આવે છે તે જ તૈયાર કરવામાં આવશે.