ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget 2023 : ગુજરાત બજેટ શુક્રવારે વિધાનસભામાં રજૂ થશે, સત્તાપક્ષ સામે મુદ્દાઓ સાથે વિપક્ષ તૈયાર - કનુ દેસાઈ

ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ શુક્રવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઇ દ્વારા નવી સરકાર ચૂંટાયા બાદનું આ પ્રથમ બજેટ છે. કનુ દેસાઇ સતત ત્રીજીવાર બજેટ રજૂ કરશે.

Gujarat Budget 2023 : ગુજરાત બજેટ શુક્રવારે વિધાનસભામાં રજૂ થશે, સત્તાપક્ષ સામે મુદ્દાઓ સાથે વિપક્ષ તૈયાર
Gujarat Budget 2023 : ગુજરાત બજેટ શુક્રવારે વિધાનસભામાં રજૂ થશે, સત્તાપક્ષ સામે મુદ્દાઓ સાથે વિપક્ષ તૈયાર

By

Published : Feb 22, 2023, 9:28 PM IST

ગાંધીનગર : ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થશે. બજેટ સત્રના બીજા દિવસ શુક્રવારે રાજ્યનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે.તો બીજીતરફ ભાજપ સરકારને વિધાનસભામાં ઘેરવા માટેે વિરોધ પક્ષો પણ કમર કસી રહ્યા છે. બજેટ સત્ર દરમિયાનનું વાતાવરણ તોફાની બનવાના અણસાર છે કેમ કે વિપક્ષ પાસે મુખ્ય મુદ્દાઓ જેમ કે ભરતી પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવાનો મુદ્દો, મોંઘવારી અને બેરોજગારી જેવા વિષયો પણ છે.

વિગતવાર કાર્યસૂચિ પર ચર્ચા : બુધવારે બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ની બેઠકમાં ત્રણ અઠવાડિયાથી વધુ લાંબા સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાની વિગતવાર કાર્યસૂચિ પર ચર્ચા કરવામાં આવી હતી એમ એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું હતું. ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠક મેળવીને પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની 2.0ની નવી સરકારને સદનમાં પરત ફર્યા પછી આ રાજ્યનું પ્રથમ બજેટ હશે.

આ પણ વાંચો Gujarat Budget 2023 : આવનાર બજેટ માટે ક્રેડાઇની અપેક્ષા, એક ટકા સ્ટેમ્પ ડ્યૂટીની માગણી

સત્ર માટેની વ્યૂહરચના : બીએસીની બેઠક જે વિધાનસભાના સત્રને લગતા કાયદાકીય કામકાજ અને અન્ય મુદ્દાઓ પર નિર્ણય લે છે તે સ્પીકર શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સત્તાધારી ભાજપના ધારાસભ્યો અને વિપક્ષના સભ્યોએ હાજરી આપી હતી. સત્ર માટેની પોતપોતાની વ્યૂહરચના નક્કી કરવા માટે વિપક્ષ કોંગ્રેસ અને ભાજપ ધારાસભ્ય દળના ધારાસભ્યોની અલગ-અલગ બેઠકો પછી યોજાશે.

29 માર્ચે સમાપ્ત થશે બજેટ સત્ર : વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવાર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 29 માર્ચે સમાપ્ત થશે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાને સંબોધિત કરશે. જ્યારે શુક્રવારે 24 ફેબ્રુઆરીએ નાણાંપ્રધાન કનુ દેસાઈ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટેનું રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. નાણાંપ્રધાન કનુ દેસાઈનું આ સળંગ ત્રીજું બજેટ હશે.

આ પણ વાંચો Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં પરીક્ષા પે ચર્ચા, અંતિમ સમયે જોગવાઈઓમાં થઈ શકે છે સુધારો

બજેટ સત્રની બેઠકો : બજેટ સત્રમાં કુલ 25 બેઠકો યોજાશે. તેમ જ આ દરમિયાન વિભિન્ન બિલો પર ચર્ચા માટે પાંચ દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. જેને સરકાર તેની વિચારણા અને પસાર કરવા માટે ગૃહમાં રજૂ કરવા માંગે છે.

વિપક્ષ વિરોધ ઉઠાવવા તૈયાર : સત્ર તોફાની બનવાની ધારણા છે. કારણ કે વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તેઓ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક, મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ જેવા જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવશે. તો સામે પક્ષે સરકાર ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક કરવામાં સંડોવાયેલા લોકોને સજા કરવા માટે કડક જોગવાઈઓ સાથેના એક સહિત વિવિધ બિલ લાવે તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details