નવી પરીક્ષાઓ કાયદો બન્યા બાદ જ યોજવામાં આવશે ગાંધીનગર:ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં જાહેર પરીક્ષા અટકાવવા બાબતનું બિલ કરવાનું મતે પસાર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સર્વનામ માટે બિલ પસાર થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં આ કાયદો લાગુ પડશે. ત્યારબાદ જ નવી પરીક્ષાઓ યોજવામાં આવશે.
કાયદામાં થયો સુધારો:બિલ ચર્ચામાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા બિલમાં ભૂલ કાઢી હતી. આ બાબતે સરકારનું ધ્યાન પણ દોર્યું હતું. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ સંકલ ચૌધરી અને સરકારના ઉચ્ચ નેતાઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. જેમાં ભાજપ પક્ષે અને સરકારે ભૂલનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક ધોરણે કાયદામાં સુધારા વિધાયક પણ લાવવામાં આવ્યું હતું. આ બાબતે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કાયદામાં સુધારા વિધાયક પસાર કરવામાં આવ્યો છે. આ કાયદામાંથી ગુજરાત શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓને બાકાત રાખવામાં આવી છે. અને આવી પરીક્ષાઓમાં ચોરી કરનારા વિદ્યાર્થીઓને સજા કરવાની જોગવાઈ શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીને સુપ્રરત કરવામાં આવી છે.
આ પણ વાંચો Gujarat Budget 2023: નાણાપ્રધાન કનુ દેસાઈ 11 વાગે રજૂ કરશે બજેટ,નવી યોજના પર રહેશે
કોને લાગુ પડશે કાયદો:ગુજરાત સરકાર દ્વારા આ કાયદાનું અમલીકરણ વધુમાં વધુ ઝડપથી થાય તે બાબતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવી પરીક્ષાઓ પણ આ કાયદા અનુસાર જ લેવામાં આવશે. જ્યારે આ કાયદા અનુસાર જાહેર પરીક્ષા એટલે કે સરકારી ભરતીની પરીક્ષામાં કોઈપણ વ્યક્તિ પેપર ફોર એ પેપર ખરીદે અથવા તો પેપર લે તો પણ તે ગુનેગાર ગણવામાં આવશે. 3 વર્ષ થી 10 વર્ષ જેલની સજા, 1 કરોડ નો દંડ અને ઉમેદવારોને 2 વર્ષ સીધી જાહેર પરીક્ષામાં અરજી ન કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ઉમેળવસર 3 વર્ષ પછી પણ આવી રીતે પકડાઈ તો આજીવન જાહેર પરીક્ષા આપી નહીં શકે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે-- હર્ષ સંઘવી (રાજયકક્ષાના ગૃહ પ્રધાન)
આ પણ વાંચો Budget Session: વિધાનસભામાં પહેલા જ દિવસે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પસાર, છતાં કૉંગ્રેસ-AAPએ ઉઠાવ્યા અનેક પ્રશ્નો
કર્યો સુધારો:બીલમાં થોડી ક્ષતિ હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બીલમાં સુધારો કર્યો હતો. જેમાં ભરતી માટે લેવાથી પરીક્ષા સિવાયની અન્ય પરીક્ષાઓ જેવી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી જાહેર પરીક્ષા આપી રહેલા કોઈ વિદ્યાર્થીએ આ અધિનિયમ હેઠળ કોઈ ગુનો કર્યો હોય તેવા કિસ્સામાં તેને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સંબંધિત યુનિવર્સિટી પાસે નિર્ણય માટે મોકલવો જોઈશે. આવા કિસ્સામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા યુનિવર્સિટીના નિર્ણય જ આખરી રહેશે.
સજાની જોગવાઈઃ જો પરીક્ષાર્થી સહિત કોઈપણ વ્યક્તિ, અયોગ્ય રીતે સંડોવશે અથવા કાયદાની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે, તો તેને અથવા તેણીને પાંચ વર્ષ સુધીની કેદની સજા થશે જે 10 વર્ષ સુધી લંબાવી શકે છે. જો કોઈ વ્યક્તિ નિરીક્ષણ ટીમના કોઈપણ સભ્યને અથવા પરીક્ષા સત્તાધિકારી દ્વારા ફરજ બજાવવા માટે નિયુક્ત કરાયેલ વ્યક્તિને અવરોધે છે અથવા ધમકી આપે છે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને એક લાખ રૂપિયાથી ઓછો દંડ થશે. અધિનિયમ હેઠળ આચરવામાં આવેલા કોઈપણ ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્કથી નીચેના પોલીસ અધિકારી દ્વારા નહીં પરંતુ પ્રાધાન્યમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવશે.