ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget 2023 : 20 ફેબ્રુઆરીએ બજેટ સત્ર મળશે, પ્રથમ દિવસે બજેટ રજૂ થશે? - ગુજરાત સરકાર પર કેટલું દેવું

ગુજરાત રાજ્યની નવી સરકારનું પહેલું બજેટ આગામી માસમાં રજૂ થશે. બજેટ સેશનની તારીખો હજુ આવી નથી પરંતુ એક અનુમાન પ્રમાણે નાણાંપ્રધાન કનુ દેસાઇ દ્વારા ગુજરાત બજેટ 2023 વિધાનસભા ગૃહમાં 20 ફેબ્રુઆરી અથવા તો 21 ફેબ્રુઆરીના (Gujarat Budget 2023 Date )રોજ રજૂ થઈ શકે છે.

Gujarat Budget 2023 : 20 ફેબ્રુઆરીએ બજેટ સત્ર મળશે, પ્રથમ દિવસે બજેટ રજૂ થશે?
Gujarat Budget 2023 : 20 ફેબ્રુઆરીએ બજેટ સત્ર મળશે, પ્રથમ દિવસે બજેટ રજૂ થશે?

By

Published : Jan 12, 2023, 7:47 PM IST

ગાંધીનગરનાણાકીય વર્ષ 2022-23 આવી ગયું છે અને રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા બજેટની તૈયારીઓ અને સમીક્ષા કરવામાં આવી છે. ત્યારે નાણા વિભાગ સાથે તમામ વિભાગની બજેટલક્ષી કામગીરી અને બેઠકો પૂર્ણ કરવામાં આવી છે અને હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બજેટલક્ષી આગામી અઠવાડિયામાં બેઠક યોજાશે. ત્યારે મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની નવી સરકારનું પહેલું બજેટ નાણાકીય વર્ષ 2023 24નું બજેટ વિધાનસભા ગૃહમાં 20 ફેબ્રુઆરી અથવા તો 21 ફેબ્રુઆરીના રોજ રજૂ થઈ શકે છે.

રાજ્યપાલનું પ્રવચન નહીં આવેગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર દરમિયાન પ્રથમ દિવસે જ રાજ્યપાલ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ હવે ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન જે બજેટ સત્ર મળશે. તેમાં રાજ્યપાલનું પ્રવચન નહીં હોય. કારણ કે એક દિવસીય સત્રમાં જ રાજ્યપાલે પ્રવચન આપી દીધું હતું. ત્યારે હવે પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ બાદ તાત્કાલિક ધોરણે બજેટ રજૂ થઈ શકે છે અને જો શોકદર્શક ઉલ્લેખ બાદ વિધાનસભા ગૃહ મુલતવી રાખવામાં આવે તો બીજા દિવસે એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચો 1,071 crore budget: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2023-24 માટે 1,071 કરોડનું બજેટ બનાવ્યું

કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાણાંપ્રધાન તરીકે ફરીથી કનુભાઈ દેસાઈએ જવાબદારી સંભાળી છે જ્યારે જૂની સરકારમાં પણ કનુભાઈ દેસાઈ જ નાણાપ્રધાન તરીકે નાણાકીય વર્ષ 20223 નું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે હવે ફરીથી એટલે કે બીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે.

આ પણ વાંચો GMC ડ્રાફ્ટ બજેટ: 264.14 કરોડની પૂરાંત સાથે 944.02 કરોડનું બજેટ રજૂ

બજેટમાં ટેક્સમાં વધારો સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર આ બજેટમાં ટેક્સમાં વધારો કરી શકે છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા અંતર માળખાકીય સુવિધાઓ જે આપવામાં આવી છે તેના ચાર્જીસમાં પણ વધારો કરી શકે છે. એ રીતે કોર્પોરેશન દીઠ ચાર્જમાં પણ આ બજેટમાં વધારો થઈ શકે છે જેથી ગુજરાત સરકારની આવકમાં પણ વધારો નોંધાશે.

વર્ષ 2021-22 કરતા 17 હજાર કરોડના વધારા સાથેનું બજેટ ગુજરાત સરકારના વર્ષ 2021- 22 કરતા વર્ષ 2022-23માં કુલ 17 હજાર કરોડના વધારા સાથેનું કુલ 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટ ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. જે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ જ નવા કરવેરા વગરનું પુરાંતવાળું બજેટ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. જ્યારે વર્ષ 2023-24માં બજેટમાં વધારો થઈ શકે છે આમ આ વર્ષે પણ નવા બજેટમાં વધારો થશે.

આ પણ વાંચો 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર અને કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ

હવે દેવામાં થશે ઘટાડો અગાઉ ભૂતકાળમાં રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતના દેવા બાબતે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારી તિજોરી પર બહુ બોજો પડ્યો છે. જ્યારે વિકાસના કામોને પણ ગતિ મળી છે. જેથી હવે ગુજરાતનું દેવું ક્રમશ ઘટતું જશે જ્યારે ગુજરાતનું હાલનું દેવું છે તે દેવું બીજા રાજ્યની સરખામણીએ જોઈએ તો ડિસિપ્લિનમાં છે અને રિઝલ્ટ bank of india ની કાયદાકીય મર્યાદામાં પણ છે. જ્યારે વિકાસ કરવા માટે આ દેવું થયું છે પરંતુ હવે 1957 થી શરૂ થયેલ યોજના પૂર્ણ થવાને આવે છે. જેથી ગુજરાતનું દેવું ઘટતું જશે અને હવે આવા યોજનાકીય મોટા ખર્ચા પણ નથી.

ગુજરાત સરકાર પર કેટલું દેવું15 માર્ચ 2022 ના દિવસે રજૂ થયેલ આંકડા પ્રમાણે ગુજરાત સરકારનું દેવું (Public debt of Gujarat Government ) સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યું હતું. જેમાં 31 ડિસેમ્બર 2021 ની પરિસ્થિતિએ રાજ્યના માથે 3,00,963 કરોડનું જાહેર દેવું છે, જ્યારે રાજ્ય સરકારે લીધેલી લોન પર સરકાર 4.96 ટકા થી 9.55 ટકાના દરે વ્યાજ અને મુદ્દલ ચૂકવે છે. રાજ્યના નાણાંપ્રધાન દેસાઈએ જણાવ્યું હતું કે કાયદા પ્રમાણે ગુજરાત સરકાર 4,50,000 કરોડ રૂપિયાનું દેવું કરી શકે છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યનું જે દેવુ થયું છે તે વિકાસના કામ જેવા કે રોડ રસ્તા સરદાર સરોવર યોજના નગરપાલિકા વિસ્તારના વિકાસ કામ અંતર માળખાકીય સગવડો બંદરો ઔદ્યોગિક વિકાસ કરવા માટે થયું છે.

ABOUT THE AUTHOR

...view details