ગાંધીનગર: નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ શુક્રવારે ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજુ કર્યું હતું. બજેટમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ કરાઈ છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.2538 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને બાકી રહેલા તમામ પ્રોજેક્ટને આવાસ ખાતેની સહાય આપવાનો ધ્યેય છે. સામાજિક સુરક્ષાની આવી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળી રહેશે.
બજેટપોથીની ખાસ વિશેષતા:દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ પોથીમાં કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વિભાગ જેવા દરેક ક્ષેત્રોની ડિઝાઈનનો બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.
આ પણ વાંચોGujarat Budget: બજેટમાં આદિવાસીઓ માટે નવી યોજનાઓની જાહેરાત