ગાંધીનગર :ગુજરાતમાં વિકાસની રફતાર વધારવાકનુ દેસાઈએ નાણાપ્રધાન પદેથી બીજી વાર બજેટ રજુ કર્યું છે. કનુ દેસાઈએ તેમનું બીજું બજેટ 2023-24 વિધાનસભા ગૃહમાંથી રજૂ કરી દીધું છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ સામાન્ય વહીવટ વિભાગને લઈને બજેટમાં મહત્વની જોગવાઈ કરી છે. ત્યારે જોઈએ કે આ વર્ષે કનુ દેસાઈનું સામાન્ય વહીવટને લઈને શું બજેટમાં જોગવાઈ કરી છે.
સામાન્ય વહીવટ વિભાગ :રાજ્ય સરકારની દૂરંદેશિતાપૂર્ણ વિકાસલક્ષી દ્રષ્ટિને સુગમ સુશાસનનો આધાર જરૂરી છે. લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સઘન આયોજન સુનિશ્ચિત કરી તેના અમલીકરણ, આંકડાકીય અને આઉટકમ બેઝડ માળખાની જરૂરિયાત રહે છે. ઇ ગવર્નન્સના ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઈને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા સરકાર કાર્યરત છે. કર્મયોગીઓને તાલીમબદ્ધ કરી લોકાભિમુખ વહીવટ અને પ્રોએક્ટિવ ગવર્નન્સની ભાવનાને સાકાર કરવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. રાજ્યની વહીવટી કાર્યપદ્ધતિમાં ઇ ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવેલી છે.
આ પણ વાંચો :Gujarat Budget Update : ગુજરાતનું કુલ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડ