ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget 2023 : બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે 21,605 કરોડની જોગવાઈ, જૂઓ થઈ જાહેરાત - ગુજરાત કૃષિ બજેટ 2023

ગુજરાત બજેટ 2023-24માં પણ બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. આ વર્ષના બજેટમાં કૃષિ ક્ષેત્રને લગતી 21,605 કરોડની મહત્ત્વની જોગવાઇઓ કરી છે, ત્યારે કૃષિ ક્ષેત્રને લઈને શું જોગવાઈ કરી જૂઓ વિગતવાર

Gujarat Budget 2023 : બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે 21,605 કરોડની જોગવાઈ, જૂઓ થઈ જાહેરાત
Gujarat Budget 2023 : બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે 21,605 કરોડની જોગવાઈ, જૂઓ થઈ જાહેરાત

By

Published : Feb 24, 2023, 12:16 PM IST

Updated : Feb 24, 2023, 12:31 PM IST

ગાંધીનગર :ગુજરાતનાવિકાસની કરોડજ્જુ બજેટને લઈને વિધાનસભા ગૃહમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ તેમનું બીજું બજેટ 2023-24 રજૂ કરી દીધું છે. બજેટમાં કૃષિલક્ષી લઈને સરકારે કરેલા કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કનુ દેસાઈ નાણાપ્રધાન પદેથી તેઓ બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણી આ બજેટ કેવું છે.

આ પણ વાંચો :Gujarat Budget 2023: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ

કૃષિ વિભાગની મહત્વની જોગવાઈઓ :કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણી થી વેચાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઊભી રહેલી અમારી સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. કૃષિમાં વૈવિધ્યીકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્‍ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે.

12 હજાર કરોડની સહાય:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં એકંદરે બાર હપ્તામાં આશરે 61 લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં અંદાજે 12 હજાર કરોડની સહાય આપવામાં આવેલ છે. ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે 8278 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Gujarat Budget 2023: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ

પાક કૃષિ વ્યવસ્થા : ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા 615 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 400 કરોડની જોગવાઈ. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 250 કરોડની જોગવાઇ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 203 કરોડની જોગવાઇ. એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા 200 કરોડની જોગવાઇ. ખાતેદાર ખેડુતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 125 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Gujarat Budget 2023: દિવ્યાંગોને એસટી બસમાં મફત સવારીની બજેટમાં જાહેરાત

અન્ય કેટલીક પાક કૃષિ વ્યવસ્થા : સ્માર્ટ ફાર્મિંગની યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે 50 કરોડની જોગવાઇ. ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય, પ્રચાર-પ્રસાર વગેરે માટે 35 કરોડની જોગવાઈ. નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ. ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM) યોજના માટે 2 કરોડની જોગવાઈ અને શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવા 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Last Updated : Feb 24, 2023, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details